છેલ્લા કેટલાય દિવસથી ગરમીથી શેકાતા અમદાવાદીઓ માટે માઠા સમાચાર છે કે આજે હવામાને ઓરેન્જ એલર્ટ આપ્યું છે જેથી હવે અમદાવાદમાં ગરમીનું તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને બે દિવસ સુધી ગરમીનું પ્રમાણ યથવત જ રહેશે ત્યારે આગામી 14, 15 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી,વડોદરામાં વરસાદની આગાહી છે તો 16 મી એપ્રિલ ના રોજ સાબરકાંઠા માં સામાન્ય વરસાદ આગાહી હવામાને આપેલ છે કારણકે વેસ્ટર્ન ડિસ્ટબર્નના કારણે પવનની દિશા બદલાતા વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.

નોંધનીય છે કે ઉનાળાની શરૂઆત થી સૂર્યનારાયણનો પ્રકોપ જોવા મળી રહ્યોછે ત્યારે ગર્મીથી બચવા લોકો ઘર નીબહાર જવાનું ટાળી રહ્યા છે અને જેથી રસ્તા પણ સુમસામ જોવા મળી રહ્યા છે.

અમદાવાદમાં 42.0 ડિગ્રી, ડીસામાં 42.0 ડિગ્રી, વડોદરામાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી, ભાવનગરમાં 40.2 ડિગ્રી ભૂજમાં 41.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.4 ડિગ્રી, કંડલા પોર્ટમાં 41.4 ડિગ્રી અમરેલીમાં 42.4 ડિગ્રી, ગાંધીનગરમાં 41.6 ડિગ્રી, વિદ્યાનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વધતી ગરમીને પગલે ઝાડા ઉલ્ટીના કેસમાં પણ વધારો થયો છે. ત્યારે તંત્રએ લોકોને બપોરના સમયે ઘરની બહાર જવાની ના પાડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આકરા તાપમાં શેકાતા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, આ જગ્યાએ પડી શકે છે વરસાદ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/rainfall-is-forecast-in-banaskantha-sabarkantha-amreli-vadodara/
via Best Gujarati News