ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા આજ રોજ પંચમહાલના મોરવા હડફના મોરા ખાતે ચૂંટણી પ્રચાર અર્થે જંગી સભાને સંબોધન કર્યું હતું.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફના મોરા ખાતે પુરષોત્તમ રૂપાલાએ પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ માટે કર્યકર્તાઓની જંગી સભાને સંબોધી હતી. કોંગ્રેસના પંચમહાલ લોકસભાના ઉમેદવાર વી.કે.ખાંટના ગઢ ગણાતા મોરામાં પોતાની લાક્ષણિક અદામાં ભાષણ કરતા કેન્દ્રીય મંત્રી અને સ્ટાર પ્રચારક રૂપાલાને સાંભળવા માટે નાના બાળકો સહીત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

રૂપાલાએ સભામાં હાજર સરપંચોને ટાંકીને નિવેદન કર્યું હતું કે, કોંગ્રેસના રાજમાં સરપંચો અધિકારીઓની જી હજુરી કરતા હતા. જયારે મોદી સરકારે સરપંચોને પગભર બનાવ્યા છે હવે તમારો વારો છે. આ બદલો તમારે નરેન્દ્ર મોદીને મત આપીને વાળવાનો છે. આ સભામાં રૂપાલા એ કોંગ્રેસને આડે હાથે લીધી હતી અને કોંગ્રેસના ગાંધી પરિવાર અને તેમની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીને ટાંકતા રૂપાલા એ ભાજપ પાસે તો મોદી જેવા વડાપ્રધાન પદના ઉમેદવાર છે જેના નામ પર અમે મત માંગીએ છીએ અને સામે વાળાને પૂછો તો ખરા કે એમનો નેતા કોણ છે. રાહુલને ઘેરતા રૂપાલાએ નિવેદન આપ્યું કે શરદ યાદવ જેવા અનુભવી નેતા પણ હવે કહી ચુક્યા છે કે, રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટે યોગ્ય ઉમેદવાર નથી. કોંગ્રેસ અંદરોઅંદર લડી રહી છે. રૂપાલાએ વધુમાં કાર્યકર્તાઓને આહવાન કરતા કહ્યું કે, પોતાના ઘરની લાઈટ જતી રહે ત્યાં પથારી ભેજ વાળી કરતા કોંગ્રેસીઓ સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવાઓ માંગે છે. હવે મતદારોને હું કહું છું કે, તમેં મતપેટીઓ પર સર્જીકલ સ્ટ્રાઇક કરો. અહીંની તમામ મતપેટીમાંથી કોંગ્રેસનો એક પણ મત નીકળવો જોઈએ નહિ ત્યારે સર્જીકલ સ્ટ્રાઇકની આ લોકોને ખબર પડશે. પુરષોત્તમ રૂપાલા મોરા ખાતે સભા સંબોધીને ઝાલોદ ખાતે અન્ય સભા સંબોધવા માટે ગયા હતા.

વિકાસના મુદ્દે ભટકી રાહુલ સોનિયા અને સર્જીકલ સ્ટ્રાઇકને મુદ્દા બનાવતા હોવાનો મીડિયા દ્વારા જયારે રૂપાલાને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમને મીડિયા ને જ નિશાનો બનાવતા આક્ષેપ કર્યો હતો કે કેટલાક મીડિયા અમારા મોઢામાંથી આવું બોલાવવા માટે મથી રહ્યું છે આ બધા કોંગ્રેસના પ્રશ્નો છે અમે તો વિકાસના કાર્યોથી મતો માંગીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post “ઘરની લાઈટ જતા પથારી ભીની કરતા કોંગ્રેસીઓ સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવાઓ માંગે છે” appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/union-minister-purshottam-rupala-striking-at-congress-in-panchmahal/
via Best Gujarati News