વુડન બેડ વોલનો ઉપયોગ કરી આ રીતે સુંદર લૂક આપો તમારા બેડરૂમને
સમય જતો જાય તેમ ઘર સજાવટમાં પણ નવી નવી કેટલીયે વસ્તુઓ જોવા મળે. પહેલાંના સમયે આપણે કલરમાં વેરિએશન્સ કરાવતા. રૂમની એક દીવાલ બીજા કલરની કરવાનો ટ્રેન્ડ આવ્યો. ત્યારબાદ રૂમમાં એક દીવાલ ઉપર કલરથી જ પેઇન્ટ કરવાનો ટ્રેન્ડ પણ આવ્યો અને જૂનો થઇ ગયો. એ પછીનો સમય એ હતો કે એક દીવાલ ઉપર તમને મનગમતાં સ્ટીકર લગાવીને તેને સજાવવામાં આવતી. વેલ હવે એ પણ જૂનો ટ્રેન્ડ થઇ ગયો છે. હાલના બેડરૂમના બેડની પાછળની દીવાલ વુડન વોલ કરવાની ફેશન આવી ગઇ છે.
શું છે વુડન વોલ?
વુડન વોલની ફેશન આજકાલ જોરશોરથી ચાલી રહી છે. જેમ વુડન પીઓપી કરાવવામાં આવે છે, તેમજ વુડનો બેક બેડ વોલ પણ કરાવવામાં આવે છે. આમ બેડરૂમમાં બેડની એક્ઝેટ પાછળની દીવાલને લાકડાની ફ્રેમથી મઢી દેવામાં આવે છે. લાકડાની ફ્રેમથી મઢયા પહેલાં તેમાં એલ.ઇ.ડી. લાઇટ ફિટ કરવામાં આવે છે, જેથી તે વુડન દીવાલને સુંદર રીતે પ્રકાશિત કરી શકે.
વુડન વોલનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે જે જગ્યાએ બેડ બનાવવો હોય તે જગ્યાએ દીવાલમાં બીમ્બ આવતો હોય કે દીવાલ અનઇવન હોય તો તમે લાકડા વડે તે દીવાલને મઢીને બેડ બનાવડાવી શકો છો. તમે ઇચ્છો તો વુડન દીવાલમાં શો પીસ રાખવાના નાના બોક્સ પણ બનાવી શકો છો.
જો આખી દીવાલ ઉપર લાકડાને મઢવું ન હોય તો તમે તેના નાના-નાના સ્ક્વેર શેપના બોક્સ બનાવીને લગાવી શકો છો. આ શેપમાં પણ તમે વેરિએશન લાવી શકો છો. જેમ કે રાઉન્ડ શેપ, ષટકોણ આકારના શેપ વગેરે. તે સિવાય લાંબી લાકડાની પટ્ટી બનાવીને પણ બેડની બેક સાઇડ લગાવી શકાય છે. અથવા તમે ચાર મોટા સ્ક્વેર શેપના પીસ કટ કરીને તેની વચ્ચે સુંદર ફ્રેમમાં પેઇન્ટિંગ પણ મૂકી શકશો. આમ વુડન વોલ દરેક રીતે તમારા બેડની પાછળની જગ્યાને સુંદર બનાવે છે. ઘણાં અહીં મીરર પણ લગાવતા હોય છે.
વાસ્તુ પ્રમાણે પણ બેડની બેક સાઇડમાં વુડન વોલ શુભ સાબિત થાય છે. જેથી જે લોકો વાસ્તુમાં માનતા હોય તેવા લોકો આ પ્રકારની ડિઝાઇન ચોક્કસપણે કરાવી શકે છે. આજકાલ એલ.ઇ.ડી. લાઇટની ફેશન ચાલી રહી છે ત્યારે વુડન વોલ પર આ લાઇટ તમારા બેડરૂમની શોભામાં ચાર ચાંદ લગાવી દેશે.
હોમ ટિપ્સ :- તૃષા દવે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વુડન બેડ વોલનો ઉપયોગ કરી આ રીતે સુંદર લૂક આપો તમારા બેડરૂમને appeared first on Sandesh.
from Lifestyle – Sandesh http://sandesh.com/use-wooden-bed-wall-and-give-a-new-look-to-your-bedroom/
via Best Gujarati News
0 Comments