વિકિલીક્સના ફાઉન્ડર જુલિયન અસાંજેની લંડન સ્થિત એક્વાડોર દૂતાવાસમાંથી ધરપકડ કરાઈ છે. જુલિયન અસાંજે એક્વાડોરમાં રાજકીય શરણ માગ્યું હતું પરંતુ સરકારે ફગાવી દીધું હતું. સ્વિડનમાં પ્રર્ત્યિપતથી બચવા માટે અસાંજે લંડન સ્થિત એક્વાડોર દૂતાવાસમાં સંતાઈને રહેતા હતા.

લંડન પોલીસે દૂતાવાસમાં જઈને અસાંજેની ધરપકડ કરી હતી. અસાંજે ગત ૭ વર્ષથી એક્વાડોર દૂતાવાસમાં રહેતા હતા. લંડનની મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે અસાંજેને અટકાયતમાં લેવાયા છે, હવે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

અસાંજેએ ૨૦૧૦માં મોટી સંખ્યામાં અમેરિકી ગુપ્ત દસ્તાવેજોને જાહેર કર્યાં હતા. તેમણે સ્વિડનમાં પ્રત્યર્પણથી બચવા૨૦૧૨માં એક્વાડોરના દૂતાવાસમાં શરણ લીધું હતું. સ્વિડને અસાંજે પરથી સેક્સ ગુનાનો એક કેસ હટાવી દીધો હતો. તેમ છતાં પણ અસાંજે દૂતાવાસમાં ટકી રહ્યાં હતા.

ઈરાક યુદ્ધનાં ચાર લાખ દસ્તાવેજોથી ખળભળાટ મચાવ્યો

અસાંજેએ વિકિલીક્સની વેબસાઈટ પર ઈરાક યુદ્ધ પરના ચાર લાખ દસ્તાવેજો જાહેર કરીને ખળખભાટ મચાવી દીધો હતો. અસાંજેએ અમેરિકા, બ્રિટન અને નાટોની સેના પર યુદ્ધ અપરાધનો આરોપ લગાવ્યો હતો. અસાંજે પર એવો પણ આરોપ હતો કે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દરમિયાન રશિયન ગુપ્તચર એજન્સીઓએ હિલેરી ક્લિન્ટનના ઈમેઈલ હેક કરીને વિકિલીક્સને આપ્યા હતા.જુલિયન અસાંજેએ એક્વાડોરના રાષ્ટ્રપ્રમુખ મોરેનોની કેટલીક ગુપ્તવાતો બહાર પાડીને સંબંધો બગાડયા હતા.

કોણ છે અસાંજે ?

અસાંજેનો જન્મ ઓસ્ટ્રેલિયાના ટાઉનવિલેમાં ૩ જુલાઈ ૧૯૭૧ના રોજ થયો હતો. ૧૯૯૦ દરમિયાન તેઓ એક સારા હેકર બની ચૂક્યા હતા. ૨૦૦૬માં અસાંજેએ વિકિલીક્સની શરૂઆત કરી જેથી કરીને તે સંવેદનશીલ અને ગુપ્ત માહિતી જાહેર કરી શકે.

વિકિલીક્સ શું છે ?

વિકિલીક્સ આંતરરાષ્ટ્રીય ગુપ્ત દસ્તાવેજો જાહેર કરનાર વિસ્ફોટક વેબસાઈટ છે. ગત એક દાયકાથી વિકિલીક્સે અનેક આંતરરાષ્ટ્રીય ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને અનેક સરકારોની હાલત ખરાબ કરી હતી. વિકિલીક્સે ન્યૂયોર્ક ટાઈમ્સ, ધી ર્ગાિડયન, ડેર સ્પાઈગેલ જેવા અખબારો સાથે કામ કર્યું અને લાખો ખાનગી દસ્તાવેજો જાહેર કરી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વિકિલીક્સના ફાઉન્ડર જુલિયન અસાંજેની લંડનમાં ધરપકડ, હવે કોર્ટમાં રજૂ કરાશે appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/wikileaks-founder-julian-assange-arrested-in-london-will-now-be-produced-in-court/
via Best Gujarati News