પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી જીતશે તો બંને દેશો વચ્ચે વાતચીતનો માર્ગ મોકળો બનશે. પહેલા તબક્કાના મતદાન પહેલા જ ઈમરાન ખાનના આવેલા આ નિવેદનને વિરોધ પક્ષોએ મોટો મુદ્દો બનાવ્યો છે. જોકે, મોટા ભાગના લોકોના મનમાં એ સવાલ ઉભો થઈ રહ્યો છે કે, સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક જેવા મોટા નિર્ણય લીધા હોવા છતાંયે ઈમરાન ખાન મોદીને ફરી વડાપ્રધાન પદે કેમ જોવા માંગે છે?

પરંતુ આમ કરવા પાછળ પાકિસ્તાનની કંઈક ઓર જ મજબુરી છે. માનવામાં આવી રહ્યું છે કે, આર્થિક રીતે બેહાલ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું આ નિવેદન પશ્ચિમી દેશો અને શક્તિશાલી દેશો વચ્ચે પોતાની છબી વધારે સુધારવાનો એક પ્રયાસ છે.

ઈમરાન ખાન સરકાર સામે પાકિસ્તાનના અર્થતત્રને ફરીથી પાટે ચડાવવું એક મોટો પડકાર છે. પાકિસ્તાનને ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ તરફથી બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે. અમેરિકી સાંસદોના વિરોધના કારણે પાકિસ્તાનને આઈએમએફમાંથી પણ રાહત પેકેજ મળી તેવી શક્યતા ખુબ ઓછી છે.

અત્યાર સુધીમાં પાકિસ્તાન આર્થિક પકડારો સામે અખાતી દેશો પાસેથી આર્થિક મદદ મેળવવાનો પ્રયાસ કરતું રહ્યું છે, પરંતુ આ મદદ પર્યાપ્ત નથી. પાકિસ્તાનના અર્થતંત્રમાં સુધારો કરવા માટે ઈમરાન ખાન પશ્ચિમી દેશો પાસેથી મોટી મદદ ઈચ્છે છે અને આ કારણે જ પોતાની છબી સુધારવાના તેઓ પ્રયાસ કરી રહ્યાં છે. જોકે, પાકિસ્તાનને તેના પરંપરાગત સહયોગી ચીત તરફથી પણ મદદ મળી રહી છે તેમ છતાંયે પાકિસ્તાની અર્થતંત્રની હાલત કંઈ સારી નથી.

ગત ફેબ્રુઆરીમાં પાકિસ્તાનનું ફોરેન એક્ચેન્સ રિઝર્વ 8 અબજ ડોલર જ રહી ગયું હતું જે લગભગ બી મહિનાના ઈમ્પોર્ટ માટે જ મર્યાદીત છે. અગાઉ એક વર્ષ પહેલા પાકિસ્તાનનું ફોરેન રિઝર્વ 12 અબજ ડોલર હતું. છેલ્લા બે વર્ષોમાં ડોલરની સરખામણીએ પાકિસ્તાની રૂપિયો પણ લગભગ 40 ટકા તુટ્યો છે. તો બીજી બાજુ આઈએમએફનું પણ કહેવું છે કે, પાકિસ્તાનનો અનુમાનિત બજેટ ખાધ 7.2 ટકા રહી શકે છે. આગામી વર્ષે તેમાં હજી પણ વધારો થવાની શક્યતા છે. સાથે જ પાકિસ્તાનમાં મોંઘવારી દર 7.6 ટકા રહેવાનું અનુંમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

આ તમામ સમસ્યાઓ વચ્ચે ઈમરાન ખાનના ભારતના વડાપ્રધાન પદે ફરી નરેન્દ્ર મોદી ચૂંટાઈ આવે તેવી ખેવના પાછળનું અસલ કારણ પશ્ચિમી દેશોને ખુશ કરવા અને શક્તિશાળી દેશો વચ્ચે પોતાની છબી સુધારવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પાક, PM ઈમરાન ખાન એટલા માટે કરી રહ્યાં છે નરેન્દ્ર મોદીનું સમર્થન, આ છે કારણ appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/why-pakistan-pm-imran-khan-said-modi-should-win-again/
via Best Gujarati News