છાશ બની કજીયાનું કારણ, ભાઇએ જ સગા નાના ભાઇને રહેંસી નાંખ્યો
વરાછા, લંબે હનુમાન રોડ ખાતે ઘરમાં છાશ ઢોળાઈ જવાના સામાન્ય ઝઘડામાં ભાઈએ સગા નાનાભાઈની છાતીમાં ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ વરાછા, લંબે હનુમાન રોડ સ્થિત ત્રિકમનગરમાં રહેતો ઘનશ્યામ ભુપત વાળા રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. દરમિયાન ગઈકાલે રાત્રે ઘનશ્યામ તેની માતા ધીરૃબેન અને મોટાભાઈ રાજુ સાથે જમવા બેઠો હતો. તે સમયે ઘનશ્યામથી છાશ ઢોળાઈ જતાં રાજુ ઉશ્કેરાયો હતો. રાજુએ છાશ કોન સાફ કરશે? એમ કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઘનશ્યામે આવેશમાં આવી મારી નાંખ એમ કહેતા ઉશ્કેરાયેલા રાજુએ ચપ્પુ વડે તેની છાતીમાં ઘા કર્યો હતો. જેને પગલે ઘનશ્યામ સ્થળ પર જ ફસડાઈ પડયો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
મુળ ભાવનગર, તળાજાનો વતની ઘનશ્યામ છેલ્લા પદરેક દિવસથી બેકાર હતો. દરમિયાન મોટાભાઈ રાજુ સાથે ગઈકાલે રાત્રે તેનો ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા રાજુએ તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની વાત સંબંધીઓને જાણવા મળતા આઘાત પામ્યાં હતા. વરાછા પોલીસે માતા ધીરૃબેનની ફરિયાદના આધારે રાજુ વિરુદ્ધ ગુનો નોધી ધરપકડ કરી હતી.
આ પણ જુઓ: અલ્પેશ ઠાકોર ના રાજીનામા પત્ર અંગે અમિત ચાવડાનું નિવેદન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post છાશ બની કજીયાનું કારણ, ભાઇએ જ સગા નાના ભાઇને રહેંસી નાંખ્યો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/elder-brother-killed-younger-brother-at-surat/
via Best Gujarati News
0 Comments