પબજી વીડીઓ ગેમ પર ગુજરાતના કેટલાંક શહેરોમાં ફરમાવવામાં આવેલા પ્રતિબંધને પડકારતી જાહેર હીતની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, આમાં જાહેર હિતનો વિષય હોવાનો અમને જણાતું નથી. એવું લાગે તો તમે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી શકો છો.

અરજદાર તરફથી જાહેર હીતની અરજીમાં જણાવાયું હતું કે, પબજી ગેમ પર રાજયના વિવિધ જિલ્લાઓની પોલીસે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગીર-સોમનાથ અને જામનગર સહિતના જિલ્લાઓમાં જાહેરમાં આ ગેમ રમવી ગુનો છે. અત્યારસુધીમાં આ ગુનામાં 21 લોકોની ધરપકડ કરાઇ છે. આ વીડીઓ ગેમને કલમ-144 હેઠળ પ્રતિબંધિત કરવાની પોલીસને કોઇ સત્તા નથી. જાહેરનામામાં ગેમ સામે કોઇ પ્રમાણસરની સૂચના આપવાની જગ્યાએ આત્યંતિક પગલું લેવામાં આવ્યું છે. આ ગેમ લોકોની સુરક્ષા માટે ખતરારુપ હોવાનું કારણ દર્શાવ્યું છે પરંતુ તે અંગે કોઇ સર્વે કે અભ્યાસ પણ હાથ ધરાયો નથી. તેથી સરકારનું આ પગલુ મનસ્વી છે.

વધુમાં અરજદાર તરફથી એવી પણ રજૂઆત કરાઇ હતી કે, ગેમ રમવા બદલ ધરપકડ તેમના સામાજિક જીવન અને કાર્રિકદી પર વિપરીત અસર પહોંચાડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. પબજી ગેમનું પુરું નામ પ્લેયર્સ અનનોન બેટલ ગ્રાઉન્ડ છે. દક્ષિણ કોરિયાની બ્લુહોલ કંપની દ્વારા આ ગેમ ડેવલોપ કરાઇ છે. આ ગેમ એન્ડેઇડ, આઇ.ઓ.એસ., એક્સબોક્સ, પ્લેસ્ટેશન, વિન્ડોઝ એમ પાંચ પ્લેટફોર્મ પર રમી શકાય છે. આ ગેમમાં પોતાની ટૂકડી બનાવી આભાસી યુધ્ધ કરવાનું હોય છે. ગુગલ પ્લે સ્ટોર પર અત્યારસુધીમાં 10 કરોડથી વધુ લોકો આ ગેમ ડાઉનલોડ કરી છે. આ ગેમ પરથી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું રદ કરવું જોઇએ તેવી દાદ માંગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post PUBG ગેમ પરના પ્રતિબંધને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/the-gujarat-high-court-rejected-the-appeal-challenging-ban-on-pubg-games/
via Best Gujarati News