‘શોખ બડી ચીજ હે’ અમેરિકન લોકો પોતાના શોખ માટે જાણીતા છે તેઓ પોતાના અનવના શોખના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ ક્યારેક તેમનો નવો શોખ અને તેમની આગવી પ્રવૃત્તિઓના કારણે સામાન્ય લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. આવો જ એક કિસ્સો અમદાવામાં બન્યો છે. જ્યાં એક અમેરિકન મહિલાના કારણે અમદાવાદની કાંકરિયાની હોટેલ સિલ્વર સ્પ્રિંગના માલિક માટે આ વિદેશી મહિલા માથાનો દુખાવો બની ગઇ છે. આ મહિલાને લઇ હવે હોટેલ સિલ્વર સ્પ્રિંગના માલિક રોષે ભરાયા છે.

અમદાવાદનાં કાંકરીયા પાસે આવેલ હોટેલ સિલ્વર સ્પ્રિંગના માલિકના માથાનો દુખાવો યુએસથી આવેલી મહિલા બની ગઇ છે. આ મહિલા પોતાની સાથે 7 કુતરા, 8 બિલાડી અને બકરી સાથે મહિલાએ 3 દિવસથી હોટલમાં ધામા નાખ્યા છે. આ મહિલા પશુ પ્રેમી છે. પરંતુ તેનો પશુ પ્રેમ હોટલ માલિક માટે માથાનો દુખાવો બની ગયો છે.

આ સાથે જ આ મહિલા પોતાની સાથે લાવેલા પશુઓને લઇ હોટલમાં રહી છે પરંતુ જ્યારે હોટલ માલિકે આ વિદેશી મહિલાને હોટલ ખાલી કરવા જણાવ્યું તો તેણે તેના વિરૂદ્ધ અમેરિકન એમ્બેસીમાં ફરિયાદ કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ત્યાં જ બીજી બાજૂ આ મહિલાને અમદાવાદથી કેરલ જવું છે પરંતુ તેની પાસે રૂપિયા નથી આથી તે અમેરિકન એમ્બેસીના લોકો પાસે મદદ માગી રહી છે. આ મહિલાએ કેરળમાં તેના મિત્ર પાસે પણ રૂપિયાની માગણી કરતા મિત્રએ પણ મદદની ના પાડતા કહ્યુ રહેવા માટે મકાન છે પણ મારી પાસે રૂપિયા નથી. તમને જણાવી દઇએ કે, અમદાવાદથી બાય રોડ કેરળ જવા માટે મહિલાને 60 હજાર રૂપિયાની જરૂર છે અને મહિલા પાસે હાલમાં માત્ર 15 હજાર રૂપિયા જ  છે ત્યારે આ મામલે આગળ ઉપર શું થાય તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમદાવાદના હોટલ માલિક માટે અમેરિકન મહિલા બની માથાનો દુખાવો, જાણો શું છે મામલો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/american-woman-need-money-to-travel-ahmedabad-to-kerala/
via Best Gujarati News