સુરત સિવિલ હોસ્પિટલે 1 લાખનું ઓપરેશન માત્ર 60 રૂપિયામાં પાર પાડ્યું, આશ્ચર્યજનક કિસ્સો
મહારાષ્ટ્રમાં રમતાં રમતાં પાંચ ઇંચ લાંબી ખીલી ગળી જનારા ચાર વર્ષના બાળકનું સુરત સિવિલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરાયું હતું. ખીલી બાળકની અન્નનળીમાં ફસાઈ જતા તેને નિમોનિયા જેવી ગંભીર બીમારીનો ભય રહેવા સાથે જીવ સામે પણ જોખમ ઊભું થયું હતું. જોકે, સિવિલના ઇએનટી વિભાગના તબીબોએ સમયસર ઓપરેશન કરી બાળકનો જીવ બચાવી લીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા. ૮મીએ મહારાષ્ટ્ર, પારોળાના વતની પ્રથમેસ પ્રવીણ પાટીલ (ઉં.વ.૪)ને ખાંસીની તકલીફ સાથે સિવિલમાં લવાયો હતો. મહારાષ્ટ્રમાં પ્રથમેસની કરાવેલી સારવાર દરમિયાન તેના ગળામાં કંઈક ફસાયું હોવાનું નિદાન તબીબોએ કર્યું હતું. પરંતુ તેની સારવાર પાછળ રૃ. એક લાખની આસપાસ ખર્ચ અને આ ઓપરેશન માટે મુંબઈ કે ઓરંગાબાદ જવું પડશે, એમ તબીબોએ કહ્યું હતું. દરમિયાન સંબંધીઓએ પ્રથમેસના પરિવારને સુરત સિવિલ જવા માટેની સલાહ આપતા તેઓ સિવિલમાં આવ્યાં હતા.
સિવિલમાં બાળરોગ વિભાગના તબીબોએ તપાસ કરી તેને ત્વરીત ઇએનટી વિભાગમાં રિફર કરી દીધો હતો. ઇએનટી વિભાગના તબીબોની તપાસમાં પ્રથમેસના ગળાના ભાગે અન્નનળીમાં ખીલો ફસાયો હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ કેસની ગંભીરતાને જોઈ જે તે દિવસે વિભાગના વડા ડો. જૈમિન કોન્ટ્રાક્ટરના માર્ગદશનમાં ડો. રાહુલ પટેલ, ડો. ભાવીન પટેલ સહિતના તબીબોએ દૂરબીનથી મદદથી માત્ર ત્રણ મિનિટમાં ખીલો બહાર કાઢી પ્રથમેસને પીડા મુક્ત કર્યો હતો.
તબીબોએ કહ્યું હતું કે, પરિવારના કહેવા મુજબ ૧૫ દિવસ પહેલા પ્રથમેસ રમતાં રમતાં ખીલી ગળી ગયો હતો. આ ખીલી કટાયેલી હોય તેના ગળામાં સોજો આવી રહ્યો હતો. જેને લીધે તેને નિમોનિયા જેવી ગંભીર બીમારી થવાનો ભય હતો. જો ખીલી સમયસર કાઢવામાં આવી નહી હોત તો તેના જીવ સામે જોખમ રહેલું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સુરત સિવિલ હોસ્પિટલે 1 લાખનું ઓપરેશન માત્ર 60 રૂપિયામાં પાર પાડ્યું, આશ્ચર્યજનક કિસ્સો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/surat-nail-out-of-4year-old-boys-throat-in-surat/
via Best Gujarati News
0 Comments