હોટ સમરમાં પહેરો કૂલ એન્ડ કમ્ફર્ટેબલ કૂલોટ્સ
ઝીલ અને સીમરન ફેશનને લઇને ચર્ચા કરી રહ્યાં હતાં. ઓફીસમાં ત્રણ ચાર છોકરીઓ ભેગી થાય એટલે ફેશનની ચર્ચાઓ ચાલતી રહેતી હોય. ઘણીવાર તો ફેશન બાબતે અંદરોઅંદર ડિબેટ પણ થઇ જતી હોય છે. પણ ફેશન વિશે ચર્ચા કરવી એ સ્ત્રીઓનો પ્રિય સબજેક્ટ, વળી ફેશન ઉપર ચર્ચા કરવાથી કેટલાંયે નવા આઇડીયા આવે, કેટલી નવી નવી ફેશન વિશે જાણવા મળે, અને કોને કેવા વસ્ત્રો ગમે છે તે વિશે પણ ખ્યાલ આવે. સીમરન અને ઝીલ ચર્ચા કરતાં હતા, તેનો પણ વિષય એ જ હતો કે સમરમાં આમ તમે દરેક કપડાં તો પહેરી શકો પણ તે કપડાં તમને અકળાવે નહીં તે વિશે ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. અને એટલે જ જ્યારે સમર કલેક્શનની ખરીદી કરતાં હોઇએ છીએ ત્યારે અમુક ચોક્કસ મટીરીયલ, ચોક્કસ પ્રકારના આઉટફીટ્સ જ લેવા પડે છે જેને આખો દિવસ પહેરવાના આવે તો પણ કોઇ તકલીફ ન થાય.
આ વાતો ચાલતી હતી ત્યાં જ ઝીલ બોલી પડી, ‘અરે યાર ઉનાળામાં કોટન સીવાય આપણે કશું પહેરી જ ન શકીએ. કેટલી તકલીફ થાય. જો જોર્જટ કે શીફોનના વસ્ત્રો પહેરવા હોય તો કઇ રીતે પહેરવા?’ ઝીલની વાત તો સો ટકા સાચી જ હતી, સીમરન કહે સાચી વાત છે. સીમરન અને ઝીલની આ વાતચીત સાંભળતી કૈરવી બોલી જોર્જટ કે કોટન કેમ ન પહેરી શકાય? હવે તો મોટા મોટા ડીઝાઇનર સમરમાં પણ કોટન સીવાય બીજા મટીરીયલને સરળતાથી પહેરી શકાય તેવા વસ્ત્રો ડીઝાઇન કરીને બજારમાં મુકે છે. સીમરન કહે એમ? તો બોલને કૈરવી આ વખતે સમરમાં કોટન સીવાયના મટીરીયલની લેટેસ્ટ ફેશન શું છે. કૈરવી કહે કૂલોટ્સ.
શું છે કૂલોટ્સ?
કૂલોટ્સ બેઝીકલી હાફ પ્લાઝો છે. ની લેન્થ કે તેનાથી થોડા નીચા લૂઝ પ્લાઝોને કૂલોટ્સ કહેવામાં આવે છે. કૂલોટ્સ એકદમ ખૂલતા અને કમ્ફર્ટેબલ હોવાથી તેને સમરમાં પહેરવાની ખાસ મજા આવે છે. કૂલોટ્સમાં પણ ઘણી ડીઝાઇન ઉપલબ્ધ છે, જેમ કે સ્કાર્ફ બેલ્ટ વાળા કલોટેશ, કમરથી ચપટી લીધેલા ટ્રેન્ડી કૂલોટ્સ, ફોર્મલ કૂલોટ્સ વગેરે અનેક સુંદર અને ટ્રેન્ડી કૂલોટ્સ બજારમાં ઉપલબ્ધ છે.
મટીરીયલ
કૂલોટ્સ તમે બધાં જ મટીરીયલમાં બનાવરાવીને પહેરી શકો છો. કેમ કે કૂલોટ્સ બેઝીકલી પ્લાઝો ટાઇપ ખુલતુ હોવાને કારણે તે પહેરવાથી ગરમી, અકળામણ કે અનઇઝીનેસ નહી ફીલ થાય. હાલના સમયે મોટેભાગે કૂલોટ્સ જોર્જટ કે સીન્થેટીક મટીરીયલમાં વધારે ઉપલબ્ધ થાય છે. બજારમાં તમે શોપીંગ કરવા જશો તો કૂલોટ્સમાં આ જ મટીરીયલના વધારે બતાવવામાં આવશે. અલબત્ત તેમા કોટન મટીરીયલ પણ ઉપલબ્ધ હોય છે, પરંતુ કોટન મટીરીયલમાં કૂલોટ્સ મોટેભાગે શોર્ટ પ્લાઝો જેવા લાગતાં હોવાથી કોટન મટીરીયલના કૂલોટ્સ પ્રમાણમાં ઓછા જોવા મળતાં હોય છે.
કૂલોટ્સ સાથે શું પહેરશો
કૂલોટ્સની સાથે તમે કોઇપણ સ્ટાઇલના ટીશર્ટ કે શર્ટ પહેરી શકો છો. એકવાતનું દયાન રાખવું કે કૂલોટ્સ સાથે પહેરાયેલા શર્ટ કે ટીશર્ટને ઇન જરૂર કરવું. ઇનસર્ટ હશે તો જ પહેરાતા કૂલોટ્સનો સાચો લૂક જોવા મળશે. માટે તમે તેની ઉપર એવા ટોપ્સની પસંદગી કરી શકો કે જેને તમે ઇન કરી શકો. અથવા તમે તેની ઉપર ક્રોપટોપ પણ પહેરી શકો છો. ક્રોપટોપ પણ પહેરતા ખૂબ સુંદર લાગશે.
વળી ઓફ શોલ્ડર, કોલ્ડ શોલ્ડર, પેપલમ સ્લીવ્ઝ વાળા ટોપ્સ વગેરે ઘણી પ્રકારના ટોપ્સની પસંદગી કૂલોટ્સ ઉપર કરી શકાય છે. કૂલોટ્સ સાથે તમે ગળામાં સ્કાર્ફ કે સ્ટોલ નાખી શકો છે, આ કોમ્બીનેશન ઘણું જ સુંદર લાગશે અને તમારા લૂકને ચાર ચાંદ લગાવી દેશે. અને જો તમે સ્ટોલ કે સ્કાર્ફ ન નાખવા માંગતા હોય તો જેકેટ પણ સારું ઓપ્શન બની રહશે.
ફૂટવેર
કૂલોટ્સ અને ટોપની સાથે ફૂટવેરમાં તમે સ્નીકર્સ, હાઇ હીલ્સ, પેન્સીલ હીલ્સ, ફ્લેટ, લોફર વગેરે તમામ પ્રકારના ફૂટવેર પહેરી શકો છો. આ આઉટફીટ્સની ખાસીયત જ એ છે કે તેની સાથે દરેક ફૂટવેર સુંદર જ લાગશે. સાથે લાઇટ એસેસરીઝની પસંદગી કરી શકાય છે.
ટ્રેન્ડ :- મોના સુતરિયા
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હોટ સમરમાં પહેરો કૂલ એન્ડ કમ્ફર્ટેબલ કૂલોટ્સ appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/cool-and-comfortable-coolouts-wear-hot-summer/
via Best Gujarati News
0 Comments