ફેસ પેકનું મહત્વ ઘણું છે, જો તમે સમજો તો ફેસમાસ્ક તમારી ત્વચાને ખૂબ ઉપયોગી સાબીત થઇ શકે છે. તે તૈલી ત્વચાનું તેલ શોષવાનુ કાર્ય કરે છે, ડ્રાય સ્કીનને કુદરતી તેલ આપવાનું કાર્ય કરે છે. ડેડ સ્કીનને હટાવવાનું કાર્ય કરે છે, હાર્ડ બ્લેકહેડ્સ નરમ કરીને તેને હટાવવાનું કાર્ય કરે છે. સ્કીનને ગ્લો કરવાનુ કાર્ય કરે છે તેમજ ત્વચા પરના ડાઘ દુર કરવાનું કાર્ય કરે છે. ત્યારે એસેન્શિયલ ઓઇલને જો ફેસપેકમાં ભેળવવામાં આવે તો તે કુદરતી મોઇશ્ચરાઇઝ કરે છે. તેમજ બીજા પણ તેના ઘણાં ફાયદા છે, વળી ઘરે બનાવેલા ફેસ પેક સાથે આ ઓઇલને ભેળવવામાં આવે તો તેની અસર બેવડાઇ જાય છે.

ડ્રાય સ્કીન માટે  

બાફેલા બટાકા, રતાળુ, ગાજરને ક્રશ કરીને તેને મીક્સ કરી લો. ત્યારબાદ તેમાં ચંદનના તેલનાં, બદામના તેલનાં અને નારીયેળના તેલના ચાર પાંચ ટીપા નાખો. આ મીશ્રણને ચહેરા ઉપર લગાવી અને પંદરથી વીસ મીનીટ સુધી રાખો. ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઇ નાખો. આ ફેસ પેક ત્વચા ઉપરના કાળા ડાઘ દુર કરવાની સાથે સાથે તમારી ત્વચાને ગોરી બનાવી તેને ચળકતી બનાવે છે. આ પેકમાં રહેલું એસેંશિયલ ઓઇલ તમારી ત્વચાને અંદર સુધી મોશ્રવોરાઇઝ કરે છે, અને ત્વચાની ડ્રાયનેસને દુર કરે છે.

ત્વચાને ગોરી બનાવવા માટે  

લગભગ દરેક સ્ત્રીને પોતાનો સ્કીનટોન સુંદર હોય તેવી ઇચ્છા હોય છે. ખાસ કરીને ઉનાળામાં સ્કીન ટોન ડલ અને કાળો થઇ જાય છે. તેવે સમયે એસેંશિયલ ઓઇલવાળુ ફેસપેક ખૂબ મદદરૂપ થાય છે. સ્ટ્રોવેરી, ટેમટાં, તરબૂચ અને કાકડીમાં અનેક વિટામીન્સ, મિનરલ્સ અને નેચરલ શુગર હોય છે. માટે ત્વચાને હાઇડ્રેટ કરવા માટે આ પેક ખૂબ ઉપયોગી સાબીત થાય છે.

આ પેક બનાવવા માટે એક સ્ટ્રોબેરી, અડધું ટમેટું, એક ચીર તરબૂચ અને અડધી કાકડીને ક્રશ કરી નાખો, તેમાં ચણાંનો લોટ, પ્રિમરોઝ એસેંશિયલ ઓઇલ અને રોઝવોટરને મીક્સ કરીને પેક તૈયાર કરો. આ પેકને ચહેરા ઉપર લગાવીને દસ મિનિટ પછી તેને ધોઇ લો. પેક સંવેદનશીલ ત્વચા ઉપર પણ લગાવી શકાય છે. તેનાથી કોઇપણ પ્રકારની ત્વચાને નુક્સાન નથી થતું. આ પેક તમારી ત્વચાની ડલનેસ દુર કરીને તેને ગોરી બનાવશે.

સાફ ત્વચા માટે  

પ્રદૂષણની અસર ત્વચા ઉપર થાય એટલે તેમા ડલનેસ આવે. અને ત્વચાના છીદ્રોમાં કચરો ભરાય. ત્વચાને ક્લીઅર રાખવા માટે પણ એસેંશિયલ ઓઇલયુક્ત પેક ખૂબ ઉપયોગી સાબીત થશે. આ માટે એક ચમચી મધમાં દસ ટીપા બદામનું તેલ અને મુલતાની માટી ઉમેરીને પેક બનાવો. ચહેરાને ફેસપેકથે સરખો સાફ કરીને ત્યારબાદ ચહેરા ઉપર તૈયાર કરેલો પેક લગાવો. પંદરથી વિસ મિનીટ આ પેક લગાવીને ઠંડા પાણીથી ધોઇ નાખો. આ પેક ત્વચાના છીદ્રોમાંથી મેલ અને માટીને હટાવવાનું કાર્ય કરશે.

મેકઓવર :- શહનાઝ હુસૈન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ ઉનાળામાં એસેન્શિયલ ઓઇલથી બનાવો ફેસપેક   appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/make-face-pack-from-essential-oil-this-summer/
via Best Gujarati News