ગોલ્ડન એરા :- મૈત્રી દવે

નાસિર હુસૈનની કરિયરની બેસ્ટ ફિલ્મોનું લિસ્ટ બનાવીએ તો યાદોં કી બારાત ફિલ્મને ટોચ ઉપર રાખવી પડે. કેમ કે આ ફિલ્મે તે સમયે આશરે સાડા પાંચ કરોડની કમાણી કરી હતી. અને બોક્સઓફિસ પર પણ યાદોં કી બારાતે ધૂમ મચાવે હતી. ફિલ્મના ગીતો લગભગ દરેકને મોઢે માત્ર તે સમયે જ નહીં હાલના સમયે પણ સરળતાથી ચઢી જાય તેટલા સુંદર છે. તો ફિલ્મની સ્ટારકાસ્ટે પણ પોતપોતાના રોલને બરાબર ન્યાય આપ્યો હતો. અલબત્ત નાસિર હુસૈનનું જો ચાલ્યંુ હોત તો તેમણે આ ફિલ્મની સ્ટારકાસ્ટ બીજી જ રાખી હોત, પણ  એ બની ન શક્યું એનો વસવસો ભલે નાસિરને ફિલ્મ હિટ થયા પછી પણ જીવનભર રહ્યો હોય, પણ દર્શકોને તો ફિલ્મ હૈયે વસી જ ગઇ હતી. વેલ ઇન્ડસ્ટ્રીમાં આવંુ બનતું રહેતું હોય છે. ઘણીવાર ડાયરેક્ટર કોઇ ને કોઇ કારણોસર પોતે ફિલ્મ માટે પસંદ કરેલા એક્ટર્સ સાથે કામ નથી કરી શકતા. ત્યારે તેમને દુઃખ તો થાય જ છે, પણ ફિલ્મ જ્યારે હિટ જાય ત્યારે તેઓ આ દુઃખને ભૂલી જતા હોય છે. જોકે નાસિરના કેસમાં આવું નહોતું બન્યું. એ કેમ નહોતું બન્યું તેના વિશે વિગતે ચર્ચા કરીશંુ. અને ફિલ્મ સાથે જોડાયેલી બીજી ઘણી જૂની યાદો તાજા કરીશંુ. તો ચાલો ફિલ્મ યાદોં કી બારાત સાથે જોડાયેલી અઢળક યાદોને આજે તાજી કરી લઇએ.

તે સમયની રાઇટર જોડી સલીમ જાવેદની આ પાંચમી ફિલ્મ હતી. તેમણે યાદોં કી બારાત અને જંજીર બંને ફિલ્મો સાથે સાથે લખી હતી. જો કે જંજીર ફિલ્મ યાદોં કી બારાત પહેલાં આવી હતી. પણ બંને ફિલ્મો લખાઇ પણ સાથે હતી અને તેનું શૂટિંગ પણ સાથે સાથે જ ચાલી રહ્યું હતું. જંજીર ફિલ્મે અમિતાભને ચમકાવી દીધો જ્યારે યાદોં કિ બારાત ફિલ્મના બધાં જ સિતારાઓ તે સમયે હિટ થઇ ગયા હતા. અલબત્ત એ વાત અલગ છે કે તેમાંથી લાંબી રેસમાં ધમેન્દ્ર, ઝિન્નત અમાન, અને નીતુ સિંગ જ ટકી શક્યાં.  તારીક ખાન અને વિજય અરોરા  ક્યાં ગાયબ થઇ ગયા તે ખબર જ નહોતી પડી. જોકે વિજય અરોરા તે સમયનો સફળ હીરો ગણાતો હતો. ફિલ્મ યાદોં કી બારાત જ્યારે ફિલ્મી પડદે આવવાની હતી ત્યારે ધમેન્દ્રને ટાઇગર તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યો હતો. કેમ કે પડદા ઉપર એન્ગ્રી દેખાઇ શકે એવો તે એક જ હીરો હતો. અમિતાભનો સમય શરૂ થવાનો હજી બાકી હતો. અને ગરમ-ધરમનું નામ થઇ ગયું હતું.

સલીમ જાવેદે જ્યારે નાસિર હુસૈનને ફિલ્મની વાર્તા વંચાવી ત્યારે તે ખૂબ ખુશ થઇ ગયાં હતાં. કેમ કે આ ફિલ્મમાં દર્શકોને ગમતો તમામ મસાલો હતો. ફિલ્મમાં એક્શન સિક્વન્સ હતી, ડ્રામા હતો, ઇમોશનલ સિન્સ હતા અને ઝિન્નત તેમજ નીતુના રૂપમાં ગ્લેમર પણ હતું જ. ફિલ્મની વાર્તા નાસિરના હાથમાં આવી કે તેણે તરત યાદો કી બારાત ટાઇટલ ઉપરથી ફિલ્મ બનાવતો હોવાની જાહેરાત કરી દીધી. ફિલ્મની જાહેરાત થઇ કે તરત આશા પારેખ નવી ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઇ ગઇ હતી. એના બે કારણ હતા, આશાએ યાદોં કી બારાત પહેલાં નાસિર સાથે સાત ફિલ્મો કરી હતી. અને તે સમયે બંનેની ઘનિષ્ઠતાની ચર્ચાઓ પણ ઇન્ડસ્ટ્રીમાં નવી નહોતી. લોકો બંનેના “સારા સંબંધ” વિશે જાણતા હતા. તેથી આશાને આશા નહીં, પણ વિશ્વાસ હતો કે નાસિર યાદો કી બારાતમાં તેને જ કાસ્ટ કરશે. પણ બન્યું એવું કે ફિલ્મમાં વાર્તા યુથની હતી, મતલબ કે યુવાનોની હતી, નાસિરને લાગ્યું કે ૩૦ વર્ષની આશા તે ફિલ્મ માટે પરિપક્વ લાગશે. અને એટલે જ તેમણે આશાને સમજાવ્યું કે લીડ રોલમાં મારે થોડી નાની દેખાતી હિરોઇનને લેવી પડશે. જોકે આશાને તેમણે બીજો રોલ ઓફર કર્યો, પણ તે રોલમાં ખાસ કંઇ કરવા લાયક હતું નહીં તેથી આશાએ ના કહી દીધી. અને ઠાવકી આશા સમજી ગઇ કે આ બાબતે જીદ કરવાનો કોઇ મતલબ નથી.

વેલ જો આશા પારેખ તે રોલ માટે મોટી લાગતી હોય તો તેને સ્થાને કોને ચાન્સ મળ્યો? આ પ્રશ્નનો જવાબ છે, ઝિન્નત અમાન.. ઝિન્નત અમાને હરે રામા હરે કૃષ્ણમાં ખૂબ જ સફળ ડેબ્યુ કરેલો. પણ હરે રામા હરે કૃષ્ણ પછી ઝિન્નતે બીજી કોઇ મોટી ફિલ્મ સાઇન નહોતી કરી. નાસિર હુસૈને ઝિન્નતને બોલાવી અને યાદોં કી બારાત ઓફર કરી. ઝિન્નતે સ્ટોરી વાંચી તેને સ્ટોરી પસંદ પણ આવી. તેણે નાસિરને હા કહી, ત્યારે નાસિરે ટકોર કરી કે ઝિન્નત તુજે ઇસ ફિલ્મ મેં ઇન્ડિયન આઉટફિટ્સ પહેનને હોગે. તુમને ઇસસે પહેલે જો ફિલ્મ કી હૈ ઉસમે બોલ્ડ રોલ કીયા હૈ, હાલાકી યે ભી બોલ્ડ હી હૈ, મગર ઇસમે ભારતીય પોષાક પહેનને પડેંગે. ઝિન્નત કહે નાસિરજી મેં ભારત કી હી રહેનેવાલી હું. ઓર મુજે ભારતીય પોષાક પસંદ હૈ. અને આમ વાત ફાઇનલ થઇ. ઝિન્નતને યાદોં કી બારાતમાં રોલ મળી ગયો. પણ બન્યું એવંુ કે ખરેખર ઝિન્નતને આ ફિલ્મના શૂટિંગ વખતે અને ખાસ કરીને ચુરા લીયા હૈ તુમને વાળા ગીત વખતે ભારતીય પોષાક પહેરીને સીન કરવામાં થોડી તકલીફ થતી હતી. તે સારી રીતે સીન નહોતી કરી શકતી, પરિણામે રિટેક થતાં હતાં. તે સમયે ત્યાં હાજર રહેલાં ધમેન્દ્રએ કહ્યું કે નાસિર યે તુમ ક્યા કર રહે હો? યે સોન્ગ બોલ્ડનેસ વાલા હી હૈ, ઓર લડકી કો તુને ભારતીય પોષાક પહેના રખી હૈ, તો ફિર વો કેસે ઠીક સે સીન કર સકેંગી? એક કામ કરો એકબાર વેસ્ટર્ન આઉટફિટ પહેના કે સોન્ગ શૂટ કરવાઓ. નાસિરે ધમેન્દ્રની વાત માની અને ઝિન્નતને વેસ્ટર્ન કપડાં પહેરાવ્યાં. પરિણામ એ આવ્યું કે ઝિન્નતે આ ગીત લગભગ એક જ દિવસમાં શૂટ કરી લીધું. તેની અંદર એક અલગ પ્રકારનો કોન્ફિડન્સ લેવલ બીલ્ડ થઇ ગયો હતો. જે આ ગીતમાં હજી પણ ઝિન્નતની આંખોમાં દેખાય છે.

cine@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post યાદોં કી બારાત આશા પારેખને કરવી હતી… પણ નાસિરે ના કહી…   appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/yadavo-ki-baraat-asha-parekhan/
via Best Gujarati News