ચાર મહિનાનો હિસાબઃ રોકડી કરવાનો ગ્રાફ ટોપ પર છે!
ફિલ્મોગ્રાફ :- દિવ્યેશ વેકરીયા
મલ્ટિસ્ટારર ફ્લ્મિ ‘કલંક’ દર્શકો અને સિનેમાઘરો માટે કલંક જ સાબિત થઈ. દોઢસો કરોડના જંગી બજેટ સાથે બનેલી પીરિયડ ડ્રામા ફ્લ્મિ ‘કલંક’ દર્શકોને વાતાનુકુલિન વાતાવરણમાં પણ પરસેવો નીતરી જાય તેવી કંટાળાજનક છે. અલબત્ત, આલિયા ભટ્ટ અને વરુણ ધવનનો સક્સેસ હિટ ટ્રેક પર પણ બ્રેક લાગી છે. પ્રારંભના ચાર મહિનામાં સૌથી મોટો ફ્ટકો ‘કલંક’ને પડયો છે.
૨૦૧૯ના વરસના ચાર મહિના પુરા થવા આવ્યા છે. આજે તો કોઈ ફ્લ્મિ રિલીઝ થવાની નથી. હવે છેક મે મહિનાની ૩જી તારીખે સની દેઓલની ‘બ્લેન્ક’ ફ્લ્મિ આવવાની છે. પછી સિનેમાનો બીજો પડાવ શરૂ થઈ જશે. ચાર મહિનાના પ્રથમ પડાવમાં ભારતીય સિનેમાને ઈતિહાસ, કોમેડી, થ્રિલ, એન્ટરટેઈનમેન્ટ અને એકશન ફ્લ્મિો જોવા મળી.
૨૦૧૯ના વર્ષના સ્ટાર્ટઅપથી લઈને અત્યાર સુધીનો પ્રતિસાદ સુપર્બ રહ્યો છે. નિર્માતા રોકડી કરીને ખુશ છે તો દર્શકોને પણ મનોરંજનની મજા પડી છે. ર્સિજકલ સ્ટ્રાઈક પરની ‘ઉરી’ ફ્લ્મિ આ વર્ષની સૌથી મોટી હિટ સાબિત થઈ છે. ૨૪૪ કરોડ રૂપિયાની કમાણી સાથે ભારતીય સિનેમાની ભારત દેશમાં સૌથી વધુ વકરો કરનારી દસ ફ્લ્મિોમાં આવી ગઈ છે. આ ફ્લ્મિની નફની ટકાવારી ૮૭૬ ટકાએ પહોંચી છે. જે સર્વાધિક માનવામાં આવે છે. ‘ઉરી’ પછી ઈમરાન હાશ્મીની ‘વાય ચીટ ઈન્ડિયા’ને કોઈએ ગણકારી ન હતી. કંગના રનૌતની ‘મણિર્કિણકા’માં પડદા પર મઢાવેલા ઈતિહાસને જોવામાં દર્શકોએ રસ દાખવ્યો હતો અને હિટ થવામાં સફ્ળ રહી હતી. જો કે હિન્દી મરાઠીમાં બનેલી ‘ઠાકરે’ ફ્લ્મિને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
‘એક લડકી કો દેખા તો’ આ ગીત આજે પણ ઓલ ટાઈમ હિટમાં આવે છે. આ કડી પર અનિલ કપૂરે ફ્લ્મિ બનાવી. ફ્લ્મિમાં સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં હતી, પણ કોઈ જોવા ન આવ્યું અને ફ્લોપ સાબિત થઈ હતી. હોટમ હોટ નરગિસ ફ્ખરીની હોરર ફ્લ્મિ ‘અમાવસ’ પર ગ્રહણ જ લાગ્યું હતું અને ફ્લોપ રહી હતી. રણવીરસિંહ અને આલિયા ભટ્ટની ‘ગલ્લી બોય’ને સોલિડ રિસ્પોન્સ મળ્યો હતો. આ ફ્લ્મિ ૧૩૯ કરોડ રૂપિયા રળવામાં સફ્ળ રહી હતી. અજય દેવગન, માધુરી દિક્ષિત, અનિલ કપૂર જેવા ડઝન કલાકારોનો મેળાવડો દિગ્દર્શક ઈન્દ્ર કુમારે ફ્લ્મિ ‘ટોટલ ધમાલ’માં ભેગો કર્યો હતો. કોમેડીના નામે કલંક રહેલી આ ફ્લ્મિ જોકે બોક્સઓફ્સિ પર હિટ રહી હતી.
સુશાંતસિંહ રાજપૂતની ‘સોનચિરિયા’ના બોક્સઓફ્સિ પર ભુંડા હાલ થયા હતા. ક્રિતી સેનન અને ર્કાિતક આર્યનની ‘લુકા ચુપ્પી’ બ્લોકબસ્ટર હિટ રહી હતી. ૨૭૬ ટકાના નફ સાથે આ ફ્લ્મિે ૯૪ કરોડનો વકરો કરી લીધો હતો. ત્યારબાદ આવેલી અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની ‘બદલા’ ફ્લ્મિને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. કમાણીનો આંકડો તો ૮૭ કરોડનો જ થયો છે, પણ નફની ટકાવારી ૨૯૫ ટકા જેવી છે. અત્યારસુધીમાં બીજા નંબરે સૌથી વધુ નફે કરનારી ફ્લ્મિ ‘બદલા’ છે. નવાઝુદિન અને સાન્યા મલ્હોત્રાની ‘ફેટોગ્રાફ’ની ક્લિક કરવા કોઈ ગયું ન હતું તો તિગમાંશુ ધુલિયાની ‘મિલન ટોકીઝ’ સાથે દર્શકોનું મિલન જ ન થયું. રાકેશ ઓમપ્રકાશ મહેરા જેવા દિગ્દર્શકની ફ્લ્મિ એક કરોડનો આંકડો પણ પાર નહોતી કરી શકી. ‘મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર’નો ફ્લોપ શો થયો હતો. જો કે આ ફ્લ્મિ ફેસ્ટિવલમાં હિટ રહી છે. અક્ષયકુમારની ‘કેસરી’ ૧૫૦ કરોડ કમાવામાં સફ્ળ રહી હતી. અક્ષયકુમારની ર્ફ્સ્ટ સોલો ફ્લ્મિ છે જે ફ્લ્મિે ૧૫૦ કરોડનો આંકડો આંબ્યો હોય.
સલમાન ખાન નવા સ્ટાર્સને લોન્ચ કરવામાં ભારે રસ ધરાવે છે. દર વર્ષે તેની એકાદ ફ્લ્મિ આવે અથવા તેની ફ્લ્મિમાં એક નવા કલાકારને એન્ટ્રી આપે છે. સલમાને પ્રોડયૂસ કરેલી ‘નોટબુક’ને ભાગ્યે જ કોઈએ જોઈ હશે. આ ફ્લ્મિથી ઝાહિર ઈકબાલ અને પ્રાનુતન બહલનું ડેબ્યુ થયું. જો કે આ ડેબ્યુ તેમનું નિષ્ફ્ળ રહ્યું હતું. વિદ્યુત જામવાલની હોલિવૂડના ડિરેકટર ચક રસેલે ડિરેકટ કરેલી ‘જંગલી’ને બોક્સઓફ્સિ પર સફ્ળતા મળી ન હતી. સંવેદનશીલ વિષય પરની શ્વેતા ત્રિપાઠીની ‘ગોન કેશ’ને નબળો પ્રતિસાદ મળ્યો હતો.
જ્હોન અબ્રાહમની રો એજન્ટ પરની એકશન ફ્લ્મિ ‘રોમિયો અકબર વોલ્ટર’માં ‘ફેર્સ’ કે ‘સત્યમેવ જયતે’ જેવો દમ ન હતો. ફ્લ્મિ એજન્ટ પરની હતી પણ થ્રિલના નામે મીંડુ હતું. ભટકેલા મુસાફ્રને જેમ રસ્તો શોધવો મુશ્કેલ થાય છે તેમ દિગ્દર્શક રોબ્બિ ગરેવાલ આ ફ્લ્મિના ડિરેકશનમાં જ ભટકી ગયા હતા. વિવેક અગ્નિહોત્રીની ‘ધ તાશ્કંદ ફઈલ્સ’ રૂપિયા રળવામાં જોર નહોતી લગાવી શકી, પણ ધ્યાને ચડે તેવી ફ્લ્મિ તો છે જ! છેલ્લે આવેલી ‘કલંક’ તો કલંક જ સાબિત થઈ છે.
vekariadivyesh@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચાર મહિનાનો હિસાબઃ રોકડી કરવાનો ગ્રાફ ટોપ પર છે! appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/four-months-accounting/
via Best Gujarati News
0 Comments