ચોકલેટ ખાવાના નામ માત્રથી મોંમા પાણી આવવા લાગે. નાનેરા હોય કે મોટેરા સૌ કોઈને ચોકલેટ ખુબજ ભાવે છે, અત્યારે તો ચોકલેટનું એક મોટા પ્રમાણમાં માર્કેટ વિકસ્યુ છે. મોટી મોટી કંપનીઓ પોતાની ચોકલેટ વેચે છે અને સારી એવી કમાણી કરે છે. આપણે સૌ કોઈ ચોકલેટને ફ્રીજમાં રાખીએ છીએ.

તમે ક્યારેક જોયુ જ હશે કે આવી ચોકલેટને જ્યારે તમે બહાર કાઢો ત્યારે તેના પર સફેદ છારી જેવું દેખાય છે આપણે આને જોઈને વાસી થઈ ગઈ કે ખરાબ થઈ ગઈ તેવું સમજીને ચોકલેટને ફેંકી દેતા હોઈએ છીએ. શું તમે પણ આવું કરો છો તો આજે અમે તમને જણાવીશું કે ખુબજ સ્વાદિષ્ટ અને કિંમતી ચોકલેટને ખરાબ કે વાસી ન સમજતા અને ફેંકવાની ભુલ પણ ન કરતા.

ચોકલેટ પર જે સફેદ નિશાન ઉપસી આવે છે તેને જોઈને એવુ માની ન લેશો કે ચોકલેટ હવે ખાવા યોગ્ય નથી રહી કે વાસી થઈ ચુકી છે. ચોકલેટ પર ઉપસી આવતા આવા નિશાન ખરેખર તો બ્લૂમ થવાના કારણે પડી જાય છે. ચોકલેટ બ્લૂમના બે પ્રકાર છે એક ફેટ બ્લૂમ અને બીજુ શુગર બ્લૂમ.

શુગર બ્લૂમ ત્યારે થાય છે જ્યારે ચોકલેટને ભેજ સ્પર્શે છે. તમે જે ચોકલેટ ખાઓ છો તેમાં સામાન્ય રીતે ખાંડ હોય છે જે ભેજના સંપર્કમાં આવતાની સાથે જ બહાર નિશાન પડવા લાગે છે આ સફેદ નિશાન કોઈ ફુગ કે વાસી છે તેવુ નથી પણ ખાંડના કારણે ઉપસી આવે છે.

જ્યારે ફેટ બ્લૂમ પાછળ અનેક કારણ જવાબદાર હોય છે જેમકે સરખી રીતે સ્ટોર ન કરી હોય, તાપમાનમાં ફેરફાર થયા કરતો હોય વગેરે. તો આ વખતે તમારે ત્યાં ફ્રીજમાં રાખેલી ચોકલેટ પર જો આવી પરત દેખાય તો ડરીને ફેંકી ન દેશો કેમકે ચોકલેટ ફેંકવા કરતા મોં મીઠુ કરી લેવુ વધુ સારૂ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ફ્રીજમાં રાખેલી ચોકલેટ પર સફેદ નિશાન પડી જાય ત્યારે… appeared first on Sandesh.



from Lifestyle – Sandesh http://sandesh.com/why-chocolate-turns-white-reason-behind-it-do-you-eat-these-chocolates/
via Best Gujarati News