ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર બુધવારે સાંજે અમદાવાદ આવી રહ્યા છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી 25 ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે બાકી રહેલા અમદાવાદ પૂર્વ મતક્ષેત્ર અને ઊંઝા વિધાનસભામાં ગુંચવાયેલુ કોકડું તેમના આગમન બાદ ઉકેલાય તેવો આશાવાદ સ્થાનિક હોદ્દેદારો વ્યક્ત કરી રહ્યા છે.

રાષ્ટ્રીય અધ્યક્ષની મુલાકાત અત્યંત ટૂકા સમય માટેની હોવાનું જણાવતા પ્રદેશ ભાજપના હોદ્દેદારે કહ્યુ કે, બુધવારે સવારે તેઓ આગામી ચૂંટણી સભાઓ માટે જતા રહેશે.

મંગળવારે રાત્રે તેઓ પ્રદેશ મોવડી મંડળ સાથે બેઠક યોજીને ઉમેદવારો જાહેર થયા બાદ રાજ્યની રાજકિય સમિક્ષા કરશે અને 26 બેઠકો માટે રાષ્ટ્રીય નેતાઓ દ્વારા ભાજપના પ્રચાર, સભા- સંમેલનો માટે કાર્યક્રમોને આખરી ઓપ આપશે. તેઓ પોતે પણ આગામી સમયમાં અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં ઝોન વાઈઝ છથી સાત સ્થળે રેલીઓ સંબોધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આ બે સીટોનું કોકડું ઉકેલવા અમિત શાહને આજે ગમે તેમ કરીને આવવું પડશે અમદાવાદ! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/gandhinagar-lok-sabha-candidate-amit-shah-today-in-ahmedabad/
via Best Gujarati News