ગુજરાતના ‘રૂસ્તમ’ને હાઇકોર્ટમાંથી ઝાટકો, સજા રદ કરવાની અરજી ફગાવી, જાણો સમગ્ર કેસ
પત્નીના ચારિત્ર્ય અંગે શંકા રાખીને તેની હત્યા કરવાના ગુનાના આરોપી એવા લશ્કરી જવાને કરેલી જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. નોકરી પર જવાનને હાજર થવા આવેલાં પત્રના કારણે તેને જામીન આપી શકાય નહીં તેવી હાઇકોર્ટે સ્પષ્ટતા કરી હતી.
જો કે હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે હત્યાનો ગંભીર ગુનો છે. તેમ જ આરોપીએ નોકરી પર હાજર થવાનું કોઇ યોગ્ય કારણ નથી. એટલુંજ નહીં પરંતુ હાલના તબક્કે કોર્ટ જામીન અરજીમાં પુરાવાનું મૂલ્યાંકન થઇ શકે નહીં. જેથી તમામ દલીલો ધ્યાને લઇ હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. જો કે અરજદાર ટ્રાયલ કોર્ટ સમક્ષ ઝડપી કેસ ચલાવવા માટે અરજી કરી શકે છે તેવી સ્પષ્ટતા કરી હતી.
ભાવનગરના જીગર વ્યાસ સાથે 2010માં ચેતનાબેને પ્રેમ લગ્ન કર્યા હતા. ચેતનાબેને પ્રેમ લગ્ન કર્યા હતા. ચેતનાબેન રેવેમાં કલાર્ક તરીકે નોકરી કરતા હતા. એકલી રહેતી ચેતનાને દેવેન્દ્ર શર્મા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. કાશ્મીરથી પરત આવેલાં જીગરના ધ્યાન પર આ બબત આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. તે સમયે જીગરે તેની પત્નીને છુટાછેડા આપવાની તૈયારી દર્શાવી સમાધાન કર્યું હતું.
13 ફ્રેબુઆરી-2005ના રોજ ચેતના અને દેવેન્દ્ર પોતાના ઘરે હતા. ત્યારે જીગર ત્યાં આવી ચડયો હતો. ચેતનાની ફરિયાદ પ્રમાણે તેણે રિવોલ્વર કાઢી તેમના પર ગોળીબાર કર્યો હતો. ચેતનાની જાંઘમાં ગોળી વાગી હતી. જયારે દેવેન્દ્ર લોહીના ખાબોચિયામાં પડયો હતો.
આરોપી જીગર તરફથી કરાયેલી જામીન અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, તે છેલ્લાં ચાર વર્ષથી જેલમાં છે. તેને નોકરી પર હાજર થવા માટે પત્રો આવી રહ્યાં છે ત્યારે તેને જામીન આપવા જોઇએ. આ કેસના પુરાવાને ધ્યાને લઇએ તો અનેક વિસંગતતાઓ છે. ચેતનાબેનનું મૃત્યુ પણ ગોળીના કારણે થયું હોવાનું સાબિત થઇ શક્યું નથી. હજુ ટ્રાયલ શરુ થઇ નથી. ત્યારે આ કેસમાં તેને જામીન આપવા જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ગુજરાતના ‘રૂસ્તમ’ને હાઇકોર્ટમાંથી ઝાટકો, સજા રદ કરવાની અરજી ફગાવી, જાણો સમગ્ર કેસ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/wifes-lover-murder-army-mans-ple-of-suspending-sentence-denied-by-high-court/
via Best Gujarati News
0 Comments