કૉંગ્રેસની ઇલેક્શન કમિટીની ગઇકાલે દિલ્હીમાં મીટિંગમળી હતી. આ બેઠકમાં બાકી રહેલી 12 બેઠકો પર કયા ઉમેદવાર ચૂંટણી લડશે તે નક્કી કરવામાં આવ્યું છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અત્યારે કૉંગ્રેસે 4 ઉમેદવારોનાં નામ પસંદ કર્યા છે.

કોંગ્રેસનાં પરેશ ધાનાણી અમરેલીથી ચૂંટણી લડશે કે તેનો નિર્ણય તેમના પર છોડવામાં આવ્યો છે, જ્યારે ગાંધીનગર સીટ પરથી સી.જે.ચાવડા અને જામનગરથી મૂળુ કંડોરિયા ચૂંટણી લડશે. તો સુરેન્દ્રનગરથી ગાંડા પટેલ, અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગીતાબેન પટેલને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.

આ પહેલા ચર્ચા હતી કે કૉંગ્રેસની ઇલેક્શન કમિટીની બેઠકમાં કૉંગ્રેસનાં 3 મોટા નેતાઓનાં ચૂંટણી લડવા પર પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તો કૉંગ્રેસે દાદરા નગરમાં હવેલીમાં સત્તાવાર રીતે પ્રભુ ટોકિયા પર પસંદગી ઉતારી છે. પ્રભુ ટોકીયા વર્ષોથી દાદરા નગર હવેલીમાં આદિવાસીઓનાં ન્યાય માટે લડત ચલાવતા આવ્યા છે.

કૉંગ્રેસના અહેમદ પટેલે ચૂંટણી લડવાની ના કહી છે. તેઓએ કહ્યું કે, “અત્યારે મારા પર બીજી મોટી જવાબદારી છે.” તો શક્તિસિંહ ગોહિલ પણ ચૂંટણી નહિં લડે તેવી માહિતી મળી રહી છે. તો પરેશ ધાનાણી પણ ચૂંટણી લડવી કે નહિં તેનો જાતે નિર્ણય કરશે. રાહુલ ગાંધી ચૂંટણી લડવા અંગે કોઇપણ નેતાને દબાણ નહીં કરે તેવું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post મોડી સાંજે ગુજરાત કોંગ્રેસે વધુ 4 ઉમેદવારોના નામ પર મારી મહોર, જાણો કોને ક્યાંથી ટિકીટ આપી! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-congress-announced-4-name-loksabha-election/
via Best Gujarati News