આજે ગુજરાત કોંગ્રેસના આ 8 ઉમેદવારો વિજયમૂર્હતમાં ભરશે ફોર્મ, જાણો કોણ ક્યાંથી કરશે ઉમેદવારી!
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં સામાન્ય રીતે બન્ને પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. તો હવે ઉમેદવારોને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ હોવાથી તમામ ઉમેદવાર પોતાનું નામાંકન ભરવાના મૂડમાં દેખાઇ રહ્યા છે. બન્ને પાર્ટીઓના દિગ્ગજ ઉમેદવારો ક્યાંક ભવ્ય સભા કે રેલીઓ કરીને પોતાનું શક્તિ પ્રદર્શન કરીને પોતાનું ફોર્મ ભરી રહ્યા છે.
તેવામાં આજે કોંગ્રેસના 8 ઉમેદવાર નામાંકન ભરશે. અમદાવાદ પશ્ચિમ બેઠકથી રાજુ પરમાર ઉમેદવારી નોંધાવશે. રાજકોટથી લલિત કગથરા પોતાની ઉમેદવારી નોંધાવશે. પોરબંદરથી લલિત વસોયા ઉમેદવારી નોંધાવશે. પંચમહાલથી વી.કે.ખાંટ ઉમેદવારી નોંધાવશે. આણંદથી ભરતસિંહ સોલંકી પણ આજે ઉમેદવારી નોંધાવશે. મહેસાણાથી એ.જે. પટેલ પણ ઉમેદવારી નોંધાવશે. સુરેન્દ્રનગરથી સોમા ગાંડા પણ આજે ઉમેદવારી નોંધાવશે, જ્યારે નવસારીથી ધર્મેશ પટેલ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.
આજે ભરતસિંહ સોલંકી આણંદથી પોતાનું ઉમેદવારી પત્રક ભરશે. ત્યાં લોટિયા ભાગોળ ખાતેથી રેલીની શરૂઆત કરશે. ત્યાં ભરતસિંહ સોલંકી ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરશે. રેલી યોજીને ભરતસિંહ સોલંકી કલેક્ટર કચેરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.
રાજકોટથી આજે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા ઉમેદવારીપત્ર ભરશે.સુદામા ચોક ખાતે જંગી સભા બાદ રોડ – શોનું આયોજન કરીને પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહેશે.
નવસારી કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલ પણ આજે પોતાનું નામાંકન ભરશે. તે પહેલા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી કરીને પોતાની ઉમેદવારી નોંધાવશે. રેલી લઇને ધર્મેશ પટેલ કલેક્ટર કચેરીએ પહોંચીને ફોર્મ ભરશે.
વલસાડના કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી પણ આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ઉમેદવારીપત્ર ભર્યા પહેલા જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રેલી કાઢવામાં આવશે, અને કલેક્ટર ઓફિસમાં પહોંચીને પોતાની ઉમેદવારી નોંધાવશે.
પંચમહાલમાં પણ કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાંટ આજે પોતાની ઉમેદવારી નોંધાવવા જઇ રહ્યા છે. આજે તેઓ પોતાના સમર્થકો સાથે SRP ગ્રાઉન્ડથી ભવ્ય રેલી કાઢશે. અને તે રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચશે, અને ત્યારબાદ વિજયમૂર્હતમાં પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે.
મહેસાણામાં આજે કોંગ્રેસના ઉમેદવાર એ જે પટેલ પણ પોતાની ઉમેદવારી નોંધાવશે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે પહોંચીને તેઓ કલેક્ટર કચેરીમાં પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે.
અમદાવાદ પશ્ચિમ બેઠકથી પણ કોંગ્રેસના ઉમેદવાર નામાંકન ભરશે. રેલી કાઢી રાજુ પરમાર કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા જશે, ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહેશે.
રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા આજે ફોર્મ ભરશે, ફોર્મ ભર્યા પહેલા મોટી સંખ્યામાં કાર્યકર્તા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી પહેલા જંગી સભા પણ લલિત કગથરા કરશે, ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે કલેક્ટર પહોંચીને પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આજે ગુજરાત કોંગ્રેસના આ 8 ઉમેદવારો વિજયમૂર્હતમાં ભરશે ફોર્મ, જાણો કોણ ક્યાંથી કરશે ઉમેદવારી! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/today-these-8-candidates-of-gujarat-congress-will-be-included-in-the-vijaymohyat-form/
via Best Gujarati News
0 Comments