લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં સામાન્ય રીતે બન્ને પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. તો હવે ઉમેદવારોને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ હોવાથી તમામ ઉમેદવાર પોતાનું નામાંકન ભરવાના મૂડમાં દેખાઇ રહ્યા છે. આજે ભાજપના 5 ઉમેદવારો વિજયમૂર્હતમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.

આજે ભાજપના 5 ઉમેદવારો નામાંકન ભરવા જઇ રહ્યા છે, તેમાં બારડોલીથી પ્રભુ વસાવા પોતાની ઉમેદવારી નોંધાવશે, ત્યારબાદ છોટાઉદેપુરથી ગીતા રાઠવા પોતાનું ફોર્મ ભરશે અને જૂનાગઢથી રાજેશ ચુડાસમા, દાદારાનગર હવેલીથી નટુ પટેલ અને પાટણથી ભરતસિંહ ડાભી પણ પોતાની ઉમેદવારી નોંધાવશે.

છોટાઉદેપુરમાં ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવા પોતાની ઉમેદવારી કરશે, તે પહેલા ભાજપ જિલ્લા કાર્યાલયથી ભવ્ય રેલી કરશે. ગીતાબેન રાઠવા જ્યારે ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે રાજ્યના સીએમ વિજય રૂપાણી રેલી અને સભાના કાર્યક્રમમાં હાજર રહેશે.

દાદરાનગર હવેલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર આજે પોતાનું ફોર્મ ભરશે. તમને જણાવી દઇએ કે, દાદારાનગર હવેથી બેઠક પર ભાજપના ઉમેદવાર નટુ પટેલને ટિકીટ આપવામાં આવી છે. ફોર્મ ભર્યા પહેલા તેઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રોડ – શોનું આયોજન કરશે, અને ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરી પહોંચીને પોતાની ઉમેદવારી નોંધાવશે.

બારડોલી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા પણ આજે પોતાની ઉમેદવારી નોંધાવવા જઇ રહ્યા છે. પ્રભુ વસાવા પણ CM રૂપાણીની હાજરીમાં આજે ફોર્મ ભરશે. ફોર્મ ભર્યા પહેલા વ્યારા વૃંદાવાડી ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના MLA અને આગેવાનો ઉપસ્થિત રહેશે.

પાટણ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી પણ આજે પોતાનું નામાંકન નોંધાવશે. એમ એન હાઈસ્કુલ ખાતે ભવ્ય સભા યોજી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના કાર્યક્રમમાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ અને હરિ ચૌધરી ઉપસ્થિત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ગુજરાતમાં આજે BJPના આ 8 ઉમેદવારો ભરશે ફોર્મ, ઉમેદવારી પહેલા કરશે શાહી શક્તિ પ્રદર્શન! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/the-bjps-8-candidates-will-be-nominated-in-gujarat-today/
via Best Gujarati News