રાજાના કુંવરની માફક દિવસે ન વધે તેટલી રાત્રે વધતી કમાણી, જાણો પુનમબેનની સંપત્તિ?
જામનગર લોકસભાની બેઠક પરથી બીજી વખત ઉમેદવારી કરી રહેલા સાંસદ પુનમબેન માડમ દ્વારા આજે ચુંટણીના ફોર્મ સાથે રજુ કરવામાં આવેલી વિગતો મુજબ ર૦૧૪ તેમણે રજુ કરેલા એફીડેવીટના પ્રમાણમાં તેઓની સંપતીમાં રૂા.૧૧.૯પ કરોડનો અને તેમના પતિની સંપતિમાં રૂા.૯.૯ર કરોડનો વધારો થઈને તેઓની કુલ સંપતી ૧૭.૪૦ કરોડથી વધીને ૩૯.ર૭ કરોડ થવા પામી છે.
મતલબ કે તેમની સંપતીમાં ૧૦૦ ટકાથી વધુનો વધારો થયો છે. ર૦૧૪માં સાંસદ પુનમબેને વર્ષ ર૦૧ર-૧૩ના ઈન્કમ ટેક્સ રીટર્નની રજુ કરેલી વિગતો મુજબ તેમણે રૂા.૧,૩ર,૦૧,૬૯૦નું અને તેમના પતિ પરમીંદરકુમારે રૂા.૪૩,૮૧,૩૯૦નું રીટર્ન ભર્યુ હતું. ર૦૧૯માં તેમણે રૂા.૧,૦૧,૬,પર૦નું અને પતિએ રૂા.૩,પર,૩૭,૪૬૦નું રીર્ટન ભર્યુ છે.
આજે તેમણે રજુ કરેલા એફીડેવીટ મુજબ શેર, ભાગીદારી પેઢી અને પોલીસી આવક તેમજ રોકાણો સાંસદના નામે રૂા.પ,૧૮,૦ર,૬૬૪ તેમજ તેમના પતિના નામે રૂા.૬,૪૯,૧પ,૦૬૦ તેમજ મોટર, વાહન અને દાગીના સાંસદના નામે રૂા.ર,૮૬,૮ર,ર૧૩ દર્શાવવામાં આવ્યા છે. આગલા એફીડેવીટમાં રૂા.૧,૬ર,૮૭,૩૧૯ દર્શાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ એફીડેવીટમાં તેઓની જવાબદારી બેંક લોન વગેરે ગણીને રૂા.પ,પ૭,૦૦,૦૦૦ અને તેમના પતિની જવાબદારી રૂા.ર,૯૯,૩ર,૧૯૪ દર્શાવવામાં આવ્યા છે. તેઓની કુલ સ્થાવર મિલ્કતો રૂા.ર૬,૯૭,૯૪,૧૬૭ અને તેઓના પતિની કુલ સ્થાવર મિલ્કતો રૂા.૧ર,ર૯,૮૯,પપપ દર્શાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post રાજાના કુંવરની માફક દિવસે ન વધે તેટલી રાત્રે વધતી કમાણી, જાણો પુનમબેનની સંપત્તિ? appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/jamnagar-mp-poonamben-mandam-increased-from-rs-17-40-crore-to-rs-39-7-crore-in-6-years/
via Best Gujarati News
0 Comments