સામાન્ય રીતે ચૂંટણી ઓળખ પત્રનો પુરાવો કે પછી અન્ય ફોટા સાથેનું ઓળખપત્ર લઈને જાઓ તો જ તમે મતાધિકાર એટલે કે, મત આપી શકો છો. બુથ  ઉપર સીસીટીવી છતાં પણ કેટલાંક કિસ્સામાં આજે પણ એક વ્યક્તિનો વોટ અન્ય અજાણ્યો વ્યક્તિ નાંખી જાય છે જેને બોગસ વોટિંગ કહેવાય છે. જો તમે વોટ આપવા જાઓ અને તમને ખબર પડે કે, તમારા નામે પહેલાં જ કોઈ વોટ આપી ચૂક્યું છે તો તેવા કિસ્સામાં તમારી ઓળખના પુરાવા મેળવીને તમને મત આપવાની વ્યવસ્થા છે જેને ટેન્ડર્ડ મત કહેવાય છે.

ઈવીએમ આવ્યા બાદ એવી ખાત્રી આપવામાં આવતી રહી છે કે, બોગસ વોટિંગની ગતિવિધિ પર રોક લાગશે. પરંતુ હજુ પણ જે રીતે દરેક પોલિંગ બૂથ પર ૨૦-૨૦ ટેન્ડર્ડ મતોના ફોર્મ મૂકવાનો નિર્ણય લેવાયો છે તે જોતાં પંચને હજુ પણ બોગસ વોટિંગની પીડા સતાવે છે, તે જણાઈ આવે છે. જ્યારે કોઈ મતદાન કરવા જાય અને ત્યાં પોતાના નામનો મત ઓલરેડી પડી ગયો હોય, બોગસ વોટિંગ થયું હોય, ત્યારે તે વ્યક્તિ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે તેને ટેન્ડર્ડ વોટનો હક મળે છે. આ રીતે થયેલા મતદાનનો મતગણતરીમાં સમાવેશ થતો નથી, માત્ર મતદારનો મતાધિકાર છિનવાય નહીં તે હેતુથી આ વ્યવસ્થા ગોઠવાઈ છે.

ગત લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં રાજ્યમાં કુલ ૬૨ જેટલા ડમી મત પડયાં હોવાથી તેની સામે આ ૬૨ નાગરિકોને ટેન્ડર બેલેટથી મત આપવા દેવામાં આવ્યો હતો. ટેન્ડર બેલેટથી મત આપવા દેવાની પ્રક્રિયા કેમ અને શા માટે લાવવાની જરૂરિયાત ઊભી થઈ તેનં કારણ આપતાં એક અધિકારીએ જણાવ્યં હતં કે, જ્યારે ફોટોવાળી મતદાન યાદી નહોતી અને બેલેટ પેપરથી મતદાન થતં હતં. તેવા સંજોગોમા ડમી મતદાન થવાની ફરિયાદો ઉઠતી હતી. જ્યારે કોઈ બૂથ પર નાગરીક મત આપવા જાય ત્યારે તેના નામનું ડમી મતદાન થઈ ગયુ હોય તો ત્યાં ઘણીવાર ઘર્ષણ પણ થતં હતં. જોકે, આજે પણ ફોટોગ્રાફ સ્પષ્ટ ન હોય તેવા કિસ્સામાં આ પ્રકારની ભૂલ થવાની સંભાવના રહે છે.

પાતળી લીડ હોય તો જ ટેન્ડર્ડ મતની ગણતરી

કોઈ મતદાતા બૂથ પર મત આપવા માટે જાય છે ત્યારે તેના નામે બોગસ વોટિંગ થઈ ગયું હોય તેવા સંજોગોમાં આ મતદારનો મત આપવાનો હક છીનવાઈ ના જાય તેના માટે ટેન્ડર બેલેટથી તેને મત આપવા દેવામાં આવે છે. પરંતુ ગણતરી વખતે આ ટેન્ડર બેલેટથી થયેલા મતને ગણતરીનું ગણિત અલગ છે. એટલે કે, ધારો જો કોઇ બેઠક ઉપર ૨૦ ટેન્ડર્ડ મત પડયાં છે પણ ઉમેદવારો વચ્ચેની લીડ ૧૦૦ કે પછી ૧૦ હજાર હોય તો તે મતની ગણતરી થતી જ નથી પણ જો કોઇ કિસ્સામાં ટેન્ડર્ડ મત કરતાં ઓછી લીડ હોય તો ટેન્ડર્ડ મતની ગણતરી કરવી આવશ્યક થઇ જાય છે જોકે, આજદિન સુધી ગુજરાતની એકપણ બેઠક ઉપર એવું બન્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post તમે બૂથ ઉપર જાઓને ખબર પડે કે, તમારા નામે મત અપાયો છે તો શું? appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/do-you-know-if-you-are-voted-in-your-name-go-to-booth/
via Best Gujarati News