બ્લુ વ્હેલને જો ગાઢ ઊંઘ આવી જાય તો તે પાણીમાં ડુબીને મરી જાય
જંગલબુક :- નીરવ દેસાઈ
બ્લુ વ્હેલ એક વિશાળ સમુદ્રી જીવ છે. તે ધરતી પર જોવા મળતાં પ્રાણીઓમાં સૌથી મોટું જળચર પ્રાણી છે. તેમજ તે હાથી કરતાં પણ ઘણું મોટું અને વજનદાર હોય છે. તેના વિશાળકાય શરીરને કારણે તે ઘણી જાણીતી છે. કહેવામાં આવે છે કે, લગભગ પાંચ કરોડ વર્ષ પહેલાં બ્લુ વ્હેલ અસ્તિત્વમાં આવી હતી. તે દુનિયાના દરેક સમુદ્રમાં જોવા મળતું પ્રાણી છે, પણ ખાસ કરીને પ્રશાંત મહાસાગરમાં તે વધુ પ્રમાણમાં જોવા મળે છે. સમુદ્રમાં તેની ઘણી પ્રજાતિ જોવા મળે છે, જેમાં પાયલટ વ્હેલ, કિલર વ્હેલ, બ્લુ વ્હેલ, સ્પર્મ વ્હેલ મુખ્ય છે. બ્લુ વ્હેલ કદમાં લગભગ ૩૦ ફૂટથી ૧૨૦ ફૂટ જેટલી હોય છે. દુનિયાની સૌથી નાની વ્હેલ સ્પર્મ વ્હેલ છે, જે કદમાં આશરે ૧૦ ફૂટ જેટલી હોય છે. વિશ્વની સૌથી મોટી બ્લુ વ્હેલનું વજન ૧૬૦ ટન જેટલું હોય છે. વજનમાં ભારે અને વિશાળકાય શરીર ધરાવતી હોવા છતાં તે કલાકમાં પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે તરી શકે છે. વ્હેલ વધારે સમય સુધી પાણીના ઊંડાણમાં રહી શક્તી નથી. થોડા થોડા સમયે હવામાં શ્વાસ લેવા માટે તેને ઉપર પાણીની સપાટીએ આવું પડે છે. તેઓ ખોરાકમાં નાની માછલીઓ ખાય છે. અને એક દિવસમાં લગભગ ચાર ટન માછલીઓ આરોગી જાય છે. તેનું લોહી ગરમ હોય છે. બ્લુ વ્હેલ એક સસ્તન પ્રાણી છે. તે બચ્ચાંને જન્મ આપે છે. જ્યારે બચ્ચાંનો જન્મ થવાનો હોય ત્યારે વ્હેલ ગરમ પાણીવાળા સમુદ્રમાં જતી રહે છે. તે એક વખતમાં એક જ બચ્ચાંને જન્મ આપે છે. આ સાથે તે તેના બચ્ચાંને સ્તનપાન પણ કરાવે છે. બ્લુ વ્હેલનું દૂધ ખૂબ જ ઘટ્ટ હોય છે. તેની ઉપરની ચામડીનું સ્તર ખૂબ જ જાડું હોય છે તેમજ તેના પર નાના વાળ પણ હોય છે, જે તેમના શરીરનું રક્ષણ કરે છે. તેને બે બ્લો હોલ્સ હોય છે જે તેનાં માથાની ઉપર હોય છે. તેના દ્વારા તે શ્વાસ લઈ શકે છે. આ ઉપરાંત તેને હૃદય પણ હોય છે, જે એક મિનિટમાં ફક્ત નવ વાર ધડકે છે. આ સાથે તેને ફેફસાં પણ હોય છે. શ્વાસ લેતાં તેના ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે, અને જ્યારે તે શ્વાસ છોડે છે ત્યારે તે પાણી ફુવારાની માફક બ્લો હોલ્સમાંથી બહાર નીકળે છે. તે ક્યારેય ગાઢ ઊંઘ લઈ શક્તી નથી. જો તે ગાઢ ઊંઘમાં સૂઈ જાય તો પાણીમાં ડૂબીને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. માટે તે થોડા સમય માટે જ ઊંઘે છે અને સૂતી વખતે પણ તેનું અડધું મગજ સક્રિય રહે છે. બ્લુ વ્હેલની પૂંછડી તેને તરવામાં મદદ કરે છે. બ્લુ વ્હેલ, બીજી વ્હેલ સાથે સંપર્ક કરવા માટે મોટેથી અવાજ કાઢે છે, જે અનેક કિલોમીટર સુધી સાંભળી શકાય છે. બ્લુ વ્હેલનું આયુષ્ય ૮૦થી ૯૦ વર્ષનું હોય છે. હાલમાં બ્લુ વ્હેલનાં શિકારનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે તેમની સંખ્યામાં નાંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.
kids@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બ્લુ વ્હેલને જો ગાઢ ઊંઘ આવી જાય તો તે પાણીમાં ડુબીને મરી જાય appeared first on Sandesh.
from Kids Corner – Sandesh http://sandesh.com/blue-whale-if-deep-sleep-come/
via Best Gujarati News
0 Comments