અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ખતરામાં, કોંગ્રેસે 7 વકીલોની મદદથી ઘડ્યો માસ્ટર પ્લાન
કોંગ્રેસને અલવિદા કહેનારા અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ હરકતમાં આવી ગયા છે. હાલ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી હટાવવા માટે કોંગ્રેસે માસ્ટર પ્લાન ઘડી નાખ્યો છે.
હાલ અહેવાલો મળી રહ્યા છે કે અલ્પેશનું ધારાસભ્ય પદ છીનવવા માટે કોંગ્રેસ તરફથી એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ કોંગ્રેસે 7 વકીલની ટીમની મદદથી તૈયાર કર્યો છે. બીજી બાજુ કોંગ્રેસે કોર્ટમાં અલ્પેશ વિરુદ્ધ મજબૂત લડાઇ આપવાનું મન બનાવી લીધું છે, જેની શક્યતાને જોતા 7 વકીલોની સલાહ લેવામાં આવી છે. હવે કોંગ્રેસના અમિત ચાવડાની છેલ્લી મંજૂરી મળતા જ અલ્પેશ સામેના કારસાની કાર્યવાહી આરંભવામાં આવશે.
આ વિશે મળતી માહિતી અનુસાર, અલ્પેશ ઠાકોરે પાર્ટી વિરોધી પ્રવૃતિઓ કરતા કોંગ્રેસ સહિત હાઇકમાન્ડ રોષે ભરાયું છે. બીજી બાજુ અલ્પેશે પણ કહી દીધું છે કે, મેં કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પરંતુ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનું ધારાસભ્ય પદ છોડ્યું નથી. જેથી ભવિષ્યમાં અલ્પેશ કોંગ્રેસને મોટું નુકસાન કરે તે પહેલા હાઇકમાન્ડ સાથે વાત કરીને ગુજરાત કોંગ્રેસે અલ્પેશને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવાનો નિર્ણય કરી દીધો છે.
તેના માટે ગુજરાત કોંગ્રેસે અલ્પેશના ધારાસભ્ય પદ છીનવવા માટે એક ડ્રાફ્ટ તૈયાર કરાયો છે, જેમાં 7 વકીલોની ટીમે સાથે મળીને એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. કોર્ટની અંદર મજબૂત લડાઇને શક્યતાઓને જોતા કોંગ્રેસ કોઇ બાંધછોડ કરવા માંગતી નથી, જેથી તેમને 7 વકીલોની સલાહ લઇ એક મજબૂત ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. હવે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ડ્રાફ્ટને મંજૂરી મળતા કોંગ્રેસ પોતાની કાર્યવાહી શરૂ કરશે.
બીજી બાજુ તમને જણાવી દઇએ કે, અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ હાઇકમાન્ડે બિહારનાં સહપ્રભારી પદેથી હટાવી દીધો છે અને તેના સ્થાને અજય કપૂરની નિમણૂક કરવામાં આવી છે. અલ્પેશના પાર્ટી વિરોધી સૂરના કારણે દિલ્હીથી કોંગ્રેસ હાઇકમાન્ડે સમગ્ર વિવાદનો અહેવાલ માંગ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ખતરામાં, કોંગ્રેસે 7 વકીલોની મદદથી ઘડ્યો માસ્ટર પ્લાન appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/alpesh-thakor-mla-term-risk-congress-created-master-plan-with-7-lawyers/
via Best Gujarati News

0 Comments