અ’વાદમાં ચૂંટણી ટ્રેનિંગ દરમિયાન એક વ્યક્તિનું મોત, પોસ્ટલ વિભાગનો હતો કર્મચારી
રાજ્યમાં 23મી એપ્રિલે મતદાન થવાની છે, તેને લઇને ચૂંટણી પંચ અત્યારથી સજ્જ બન્યું છે. હાલ ચૂંટણી પંચ દ્વારા અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં સરકારી કર્મચારીઓને ચૂંટણીને લગતી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, ત્યારે આજે એક ખરાબ અહેવાલ સામે આવી રહ્યા છે. આજે અમદાવાદમાં ચૂંટણીની ટ્રેનિંગ દરમિયાન એક સરકારી કર્મચારીનું મોત નિપજ્યું છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદની બી.જે મેડિકલનાં ઓડિટોરિયમમાં શોરજોરથી ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. સરકારી કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, ત્યારે આજે એક સરકારી કર્મચારીને હાર્ટ એટેક આવ્યો હતો, હાર્ટઅટેક આવતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
સરકારી કર્મચારીની તપાસ કરતા જાણવા મળ્યું છે કે, તે પોસ્ટલ ડિપાર્ટમેન્ટનો કર્મચારી હતો. હાલ જિલ્લા ચૂંટણી અધિકારીઓ આ અંગે વધુ તપાસ કરી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અ’વાદમાં ચૂંટણી ટ્રેનિંગ દરમિયાન એક વ્યક્તિનું મોત, પોસ્ટલ વિભાગનો હતો કર્મચારી appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/postal-department-employee-died-training-in-ahmedabad/
via Best Gujarati News
0 Comments