ગિનેસ રેકોર્ડ :- દિશા ઉમરેઠવાલા

હાલમાં વિશ્વમાં પ્રદૂષણનો કહેર કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. દુનિયામાં એટલો બધો કચરો ઠાલવવામાં આવે છે કે તેનો કોઈ આંકડો નથી. તેમાં પણ પ્લાસ્ટિક પ્રદૂષણની તો વાત જ ન પૂછો. આવા સમયે આશરે ૩૦૦૦ કરતાં પણ વધારે લોકોએ ભેગા થઈને વિશ્વનો સૌથી મોટો માનવ રિસાયક્લિંગ લોગો બનાવી એક અવિસ્મરણીય સિદ્ધિ હાંસલ કરી છે. આ લોગો લગભગ ૬૪ ફિટથી ૬૯ ફિટ જેટલો મોટો હતો. એટલે કે બે ટેનિસ કોર્ટ જેટલું તેનું કદ હતું. આ લોગો બનાવવામાં ૩,૩૭૩ જેટલા લોકોએ ભાગ લીધો હતો. ભારતમાં સ્થિત પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના સેન્ટ્રલ ઈન્સ્ટિટયૂટ દ્વારા બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનું મહત્ત્વ સમજાવવા અને પ્લાસ્ટિકનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો તેના મહત્ત્વ વિશે જાગૃતિ વધારવા માટે ચેન્નાઈમાં આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક રિસાયક્િંલગ પ્રત્યે જાગૃતતા લાવવાનાં ઉદ્દેશથી આ સમગ્ર ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ લોકો કોલેજના વિદ્યાર્થીઓ જ હતાં. તે તમામને લીલા રંગના કપડાં પહેરાવવામાં આવ્યાં હતાં. આ સાથે તેમને લીલા રંગની બેસબોલ ટોપી પણ પહેરાવવામાં આવી હતી. તેમજ આયોજન મુજબ તેઓ રિસાયક્લિંગ લોગોના આકારમાં પોતપોતાની જગ્યાએ ઊભા રહી ગયા હતા. જેથી ઉપરથી જોતાં રિસાયક્લિંગનો લોગો સ્પષ્ટ પણે દેખાઈ આવતો હતો. આ કાર્યને આખરી ઓપ આપતાં પહેલાં મેદાનમાં સફેદ પાઉડરની મદદથી બોર્ડર બનાવી રિસાયક્લિંગનો આકાર તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓને બોર્ડરની અંદર ઊભા રાખવામાં આવ્યા હતા. આ પહેલાં પણ અન્ય એક ઈન્સ્ટિટયૂટે આ પ્રકારનો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. તેઓએ આશરે ૧,૭૨૬ જેટલા વિદ્યાર્થીઓના સહયોગથી આ રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે પણ રિસાયક્લિંગના મહત્ત્વને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી જ ચેન્નાઈમાં જ આ આયોજન કર્યું હતું. હાલમાં જે રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ વધી રહ્યો તે પરથી આવા આયોજન કરવું એ સમજદારીવાળું કાર્ય છે. આ આયોજન દ્વારા લોકોને એક સંદેશો પણ મળી રહે છે અને આ સાથે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી એક સિદ્ધિ પણ હાંસલ થઈ છે.

kids@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ૩,૩૭૩ લોકોએ રિસાયક્લિંગ લોગો બનાવી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/3373-people-recycling-l/
via Best Gujarati News