। કોલકાતા ।

ઇડન ગાર્ડન્સ ખાતે શુક્રવારે યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલનો લીગ મુકાબલો રમાશે. કોલકાતાના છેલ્લી મેચમાં ચેન્નઈની ટીમે પરાજય આપ્યો હતો. કોલકાતાની ટીમ છ મેચમાં ચાર વિજય હાંસલ કરીને પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. બીજી તરફ દિલ્હીની ટીમ છ મેચમાં ત્રણ વિજય સાથે છઠ્ઠા ક્રમે છે. કોલકાતાએ પોતાના હોમગ્રાઉન્ડ પર બે મેચ રમી છે અને બંનેમાં વિજય હાંસલ કર્યો છે. કોલકાતા અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૨૪ મેચ રમાઈ છે જેમાં કોલકાતાએ ૧૩ તથા દિલ્હીએ ૧૦ મુકાબલા જીત્યા છે. એક મુકાબલો રદ થયો હતો. ઇડન ગાર્ડન્સમાં બંને ટીમો આઠ વખત એકબીજા સામે થઈ છે જેમાં કોલકાતા  સાત તથા દિલ્હી એક મેચ જીતી શક્યું છે.

કોલકાતા અને દિલ્હી બંને પાસે કેટલાક મેચવિનર સ્ટાર ખેલાડીઓ છે. કોલકાતા પાસે સુનીલ નરૈન તથા ક્રિસ લિન જેવા આક્રમક ઓપનર છે. સુકાની દિનેશ કાર્તિક, શુભમન ગીલ, રોબિન ઉથપ્પા, આન્દ્રે રસેલ જેવા બેટ્સમેનો પર મધ્યમ હરોળનો ભાર છે. બોલિંગમાં પણ કોલકાતા પાસે મજબૂત આક્રમણ છે. કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હેનરી ગુર્ને બોલિંગ આક્રમણ સંભાળે છે. દિલ્હી પાસે રિષભ પંત, પૃથ્વી શો, શ્રેયસ ઐય્યર, શિખર ધવન, કાગિસો રબાડા જેવા મોટા સ્ટાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આજે દિલ્હી-કોલકાતા વચ્ચે ઇડન ગાર્ડન્સમાં ‘સ્ટાર વોર’ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/today-between-delhi-kolkata/
via Best Gujarati News

0 Comments