। મુંબઈ ।

બીએસઈમાં આજે સેન્સેક્સ ગઈકાલના ૩૮,૮૭૧.૮૭ના બંધથી ૧૮૪.૭૮ પોઈન્ટ (૦.૪૮ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૩૮,૯૮૮.૫૭ ખૂલી ઊંચામાં ૩૯,૧૨૧.૬૯ સુધી અને નીચામાં ૩૮,૮૪૬.૯૬ સુધી જઈ અંતે ૩૯,૦૫૬.૬૫ બંધ રહ્યો હતો. આજે રિયલ્ટી ઈન્ડેક્સ સૌથી અધિક વધ્યો જ્યારે ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ સૌથી અધિક ઘટયો હતો.   એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૧૮ કંપનીઓ વધી અને ૧૨ કંપનીઓ ઘટી હતી જ્યારે એક કંપની સ્થિર રહી હતી. આજે માર્કેટ કેપ રૂ.૧૫૨.૫૦ લાખ કરોડ રહ્યું હતું, જે ગઈ કાલે રૂ.૧૫૨.૨૪ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ સેન્સેક્સ ૫૦ ૦.૩૪ ટકા, બીએસઈ ૧૦૦ ૦.૨૩ ટકા, બીએસઈ ૨૦૦ ૦.૨૦ ટકા, બીએસઈ ૫૦૦ ૦.૧૭ ટકા, બીએસઈ ઓલકેપ ૦.૧૭ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૨૬ ટકા વધ્યા હતા જ્યારે બીએસઈ મીડકેપ ૦.૦૪ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૧૮ ટકા ઘટયા હતા. સસ્ટેનિબિલિટી ઈન્ડાયસીસમાં બીએસઈ ૧૦૦ ઈએસજી ૦.૨૪ ટકા, બીએસઈ કાર્બોનેક્સ ૦.૨૭ ટકા અને બીએસઈ ગ્રીનેક્સ ૦.૬૮ ટકા વધ્યા હતા.

થિમેટિક્સ ઈન્ડાયસીસમાં બીએસઈ ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ૦.૨૮ ટકા અને બીએસઈ ઈન્ડિયા મેન્યુફ્ક્ચરિંગ ૦.૫૫ ટકા ઘટયા હતા જ્યારે બીએસઈ સીપીએસઈ ૦.૦૫ ટકા અને બીએસઈ પીએસયુ ૦.૪૮ ટકા વધ્યા હતા.  બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૩૪ ટકા વધ્યો હતો અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૦૩ ટકા ઘટયો હતો. સેક્ટરલ ઈન્ડાયસિસમાં રિયલ્ટી ૨.૬૬ ટકા, ટેલિકોમ ૧.૫૪ ટકા, ઓટો ૦.૯૪ ટકા, યુટિલિટીઝ ૦.૭૫ ટકા, આઈટી ૦.૭૨ ટકા, પાવર ૦.૭૨ ટકા, ટેક ૦.૭૦ ટકા, ફઈનેન્સ ૦.૪૨ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૨૬ ટકા, બેન્કેક્સ ૦.૨૬ ટકા અને સીડીજીએસ ૦.૨૫ ટકા વધ્યા હતા જ્યારે કેપિટલ ગુડ્સ ૦.૧૪ ટકા, મેટલ ૦.૪૦ ટકા, એનર્જી ૦.૪૩ ટકા, એફએમસીજી ૦.૪૪ ટકા, કન્ઝયુમર ડયુરેબલ્સ ૦.૪૬ ટકા, બેઝિક મટીરિયલ્સ ૦.૪૯ ટકા, હેલ્થકેર ૦.૫૨ ટકા અને ઓઈલ એન્ડ ગેસ ૦.૬૧ ટકા ઘટયા હતા. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ શેર્સમાં મુખ્યત્વે તાતા મોટર્સ ૮.૩૬ ટકા, ભારતી એરટેલ ૫.૦૮ ટકા, ટીસીએસ ૨.૩૭ ટકા, પાવર ગ્રીડ ૨.૧૨ ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૯૫ ટકા વધ્યા હતા જ્યારે બજાજ ઓટો ૨.૧૪ ટકા, સન ફર્મા ૧.૯૨ ટકા, એચસીએલ ટેક ૦.૭૭ ટકા, વેદાંત ૦.૭૧ ટકા અને તાતા સ્ટીલ ૦.૬૭ ટકા ઘટયા હતા.    આજે બી ગ્રુપની ૨૫ કંપનીઓને ઉપલી અને ૧૫ કંપનીઓને નીચલી સર્કીટ સહિત બધા ગ્રૂપની કુલ ૩૨૩ કંપનીમાંથી ૧૫૩ કંપનીઓને ઉપલી અને ૧૭૦ કંપનીઓને નીચલી ર્સિકટ લાગી હતી. બજારના કેશ સેગમેન્ટમાં કુલ રૂ.૩,૦૩૯.૪૯ કરોડનું ટર્નઓવર થયું હતું. ૨,૯૫૦ કંપનીઓના ૧૩,૪૮,૫૫૮ સોદા દ્વારા કુલ ૨૨.૬૧ કરોડ શેરોનું કામકાજ થયું હતું. ૧૧૯૭ સ્ક્રિપ્સ વધી, ૧૩૬૬ સ્ક્રિપ્સ ઘટી હતી અને ૧૫૩ કંપનીઓ સ્થિર રહી હતી. બજારમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી રૂ.૫,૫૦૯.૬૭ કરોડ,  વેચવાલી રૂ.૪,૯૬૬.૩૧ કરોડ રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની લેવાલી રૂ.૩,૩૧૯.૭૬ કરોડ,  રૂ.૩,૭૫૭.૪૬ કરોડની વેચવાલી રહી હતી. કરન્સી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ.૨૯,૨૦૦.૭૨ કરોડનું કુલ કામકાજ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post સેન્સેક્સ ૩૯,૦૦૦, નિફ્ટી ૧૧,૭૦૦ની સપાટીને પાર  appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/sensex-39000-nifty-1/
via Best Gujarati News