મૂંઝવણ :- ડો. અક્ષરકુમાર શર્મા

પ્રશ્ન : મારી ઉંમર ૨૨ વર્ષ છે. હું અપરણીત છું. મેં હજીસુધી સેક્સનો અનુભવ નથી કર્યો, હા પણ હું હસ્તમૈથૂન કરું છું. મારી સમસ્યા એ છે કે હસ્તમૈથૂન વખતે વીર્ય નીકળે તેમા ઘણીવાર પ્રવાહીની સાથે સાથે સફેદ કણી મતલબ કે વીર્યના ગાઠાં જેવુ પણ નીકળે છે. આવું ઘણીવાર બન્યુ છે. મને ડર લાગે છે કે શું ભવીષ્યમાં મારા લગ્ન થાય ત્યારપછી મને સંતાન થવામા આ સમસ્યાને કારણે કોઇ તકલીફ તો નહી થાય ને? મેં ડોક્ટરને બતાવ્યુ તો તેમણે કહ્યું આ નોર્મલ છે, આનાથી સંતાન થવામા કોઇ તકલીફ નહી થાય. પણ મને ડર લાગ્યા કરે છે. મને યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ : તમે ખોટું ડરી રહ્યાં છો. ઘણીવાર આવું બનતુ હોય છે, તેનાથી સંતાન રહેવામાં કોઇ તકલીફ નથી થતી. વળી તમે ડોક્ટરની સલાહ પણ લીધી છે. તેમણે પણ તમને નહી ગભરાવવા જણાવ્યું છે. હું પણ તમને એમ જ કહીશ કે ગભરાવાની જરૂર નથી. તેમ છતાં તમને જો વારંવાર મનમાં શંકા આવતી હોય તો તમે હજી બીજા ડોક્ટરને મળીને તમારી સમસ્યા જણાવી શકો છો. બે ડોક્ટર તમને એક જ વાત જણાવશે તો તમારી ચિંતા દુર થઇ જશે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૮ વર્ષની છે. મારા પતિની ઉંમર પણ ૨૮ વર્ષ છે. આમ અમારી સેક્સ લાઇફ ઘણી જ નોર્મલ છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે હું થાકી ગઇ હોઉ કે સેક્સ દરમિયાન બીજા કોઇ વિચારે ચડી ગઇ હોઉ તો હું સેક્સ માણી નથી શકતી, પરીણામે સરખી ઉત્તેજીત પણ નથી થતી. અને પતિની ઇચ્છા હોવાથી યંત્રવત તેમને સાથ આપું છું. પરિણામે પતિને ખ્યાલ આવી જાય છે અને તે ગુસ્સે થઇ જાય છે. ઘણીવાર એવું પણ બને કે મને સેક્સ સમયે માહોલ પરફેક્ટ જોઇએ. મેં સ્નાન કર્યુ હોય, તેમણે પણ સ્નાન કર્યુ હોય, અને બધું જ પરફેક્ટ હોય મતલબ કે સમય પણ હોય તો જ હું સેક્સ માણી શકું છું. બાકી હુ સરખી ઉત્તેજીત નથી થઇ શકતી. આ કારણે અમારે ખૂબ ઝગડા થાય છે. મારે આ માટે શું કરવું? હું મારા પતિને કઇ રીતે સમજાવું?

જવાબ : ઘણીવાર એવું બને કે ઉત્તેજના થાય તો અડધી રાત્રે પણ સેક્સ કરી શકાય. સેક્સ માટે માહોલ પરફેક્ટ હોવાનો આગ્રહ તમને સેક્સ સમયે ઉત્તેજીત કરતાં રોકે છે. અને આ કારણે જ તમે ફીલ નથી કરી શકતાં. બીજી બધી વસ્તુનું પરફેક્શન જોવાને બદલે પતિની ઉત્તેજના જુઓ. અને તેને માણો, તેને ફીલ કરો. ફીલ કરશો તો જ તમને ઉત્તેજના થશે. હા ઘણીવાર એવું બને કે થાકને કારણે સેક્સ કરવાની ઇચ્છા ન થાય, પણ એ કોઇ મોટો પ્રશ્ન નથી. એ તો વાત કરીને સમજાવી શકાય. પણ બીજા વિચારોએ ચડી જઇને એ સુંદર પળોને ખરાબ કરવાનો કોઇ મતલબ નથી. તમે જેટલું માણશો, જેટલું ફીલ કરશો તેટલી જ તમને ઇચ્છા વધશે. અને પતિને પણ સરખો સહકાર આપી સકશો.

પ્રશ્ન : મારી ઉંમર ૩૩ વર્ષ છે. મારા પતિની ઉંમર ૩૪ વર્ષ છે. અમને એક સંતાન છે. સંતાનના જન્મ બાદ મારી અંદર સેક્સની ઇચ્છા બમણી થઇ ગઇ છે. હું રોજ પતિ સેક્સ કરે તેમ ઇચ્છું છું, પણ હું સમજુ છું કે હું ઘરમાં જ હોઉ છું, તેથી મને થાક ન લાગ્યો હોય જ્યારે પતિ થાકીને આવ્યા હોય તો રોજ સેક્સ ન કરી શકે. પણ કોણજાણે મને ખૂબ ઇચ્છા થાય છે. અને એટલે જ મને આખો દિવસ સેક્સના વિચારો આવ્યા કરે છે. હું શું કરું?

જવાબ : ઘણીવાર હોર્મોન્સના કારણે આમ બનતું હોય છે. મોટેભાગે સ્ત્રીઓને ગર્ભાવસ્થા બાદ સેક્સમાંથી રસ ઉડવા લાગે છે, જેને કારણે પતિ સાથે ઝગડા થાય અને ઘણાં કિસ્સામાંતો આ કારણે જ પતિ એક્સ્ટ્રા મેરીટલ અફેર પણ કરે છે. તમે નસીબદાર છો કે તમને ઇચ્છા ઓછી થવાને બદલે વધી છે. આ અંગે ગભરાવાની જરૂર નથી. તમે તમારા પતિને નિખાલસતાથી જણાવો કે તમને રોજ સેક્સ કરવાની ઇચ્છા થાય છે. તે પણ તમારી આ ઇચ્છાને માન આપશે. આ કોઇ મોટી તકલીફ કે ખરાબ વાત નથી. તેથી આ અંગે તમારી જાતને ખરાબ ન ગણો. ઘણી સ્ત્રીઓમાં આવું બનતું હોય છે કે હોર્મોન્સ બદલાતાં સેક્સની ઇચ્છા પહેલાં કરતા વધી જતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પરફેક્ટ માહોલ વિનાની નિકટતા મને નથી ગમતી appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/perfect-no-nonsense-nick/
via Best Gujarati News