આ સુપરફૂડ્ઝ વજન પણ ઘટાડે અને પોષણ પણ વધારે
ડાયટ ટિપ્સ :- શુભાંગી ગૌર
આજકાલ તમામ મહીલાઓ પોતાના શરીર પ્રત્યે ખાસ સભાન બની છે. વજન ઘટાડવા માટે તેઓ પહેલાં કરતાં વધારે સજાગ અને કાર્યરત છે. હવેના સમયે લગભગ દરેક મહીલાઓ પોતાના શરીર ઉપર ચરબીનો થર હોય તેવું ચલાવી નથી લેતી. અને એટલે જ તે કઇ રીતે પોતાનું વધેલું વજન અને ઓછું કરવુ અને કઇ રીતે તેને મેઇન્ટેઇન રાખવું તે વિશે સતત સભાન હોય છે. હવે મોટી ઉંમરની સ્ત્રી પણ આ માટે સજાગ રહે છે. અને એટલે જ ડાયટ કરીને પોતાનું વજન વધે નહી તેવા પ્રયત્નો કરતાં રહે છે. જો કે વજન ઘટાડવાની પ્રોસેસમાં ક્યાંકને ક્યાંક શરીરની ઇમ્યુનીટી ન ઘટી જાય કે, શરીરને બીજી કોઇ તકલીફ ન થાય તે બાબતનું પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી હોય છે. કેમ કે જો ડાયટ કરતાં શરીરને તકલીફ થાય તો તમે બિમાર થઇ શકો છો. માટે હવેના સમયે ડાયટ તો કરવામાં આવે છે પણ સૂપરફૂડ સાથે ડાયટ કરવામાં આવે છે. સુપરફૂડ એટલે એવું ફૂડ કે જેનાથી શરીર શેપમાં રહે છે, વજન તો ઘટે જ છે સાથે સાથે શરીરને બીજા પણ ઘણાં ફાયદા થાય છે. તેથી આવા સુપરફૂડ સાથે જો ડાયેટિંગ કરવામાં આવે તો ક્યારેય શરીરને કોઇ તકલીફ ન થાય અને તમે ફીટ એન્ડ ફાઇન રહો.
બદામ
બદામ ખાવાથી મગજ શાર્પ થાય છે તે તો હવે ખૂબ જુની વાત થઇ ગઇ છે. હવે બદામ ખાવાથી વજન ઘટે છે તેની ચર્ચા વધારે થાય છે. બદામમાં ભરપૂર વેટ લોસ ગુણ છે. બદામમાં એમીનો એસીડ અને એલ આર્જીનાઇનની માત્રા વધારે હોય છે. જેનાથી ફેટ જલદીથી ઘટે છે. તેથી બદામને નેચરલ વેટ લોસ પીલ કહેવામાં આવે છે. જો તમે પેટની આસપાસ થયેલી ચરબી ઘટાડવા માંગો છો તો બદામનું રોજે સેવન કરો. આ માટે આખી રાત બદામને પાણીમાં પલાળી ખાવાનું રાખો.
ઓટમીલ
જો તમે વજન ઘટાડવા કે તેને મેઇન્ટેન કરવા બાબતે વિચારી રહ્યાં હોય તો સવારના નાશ્તામાં ઓટમીલ લો. ઓટમીલમાં બીટા ગ્લૂકન નામનું સોલ્યુબલ ફાઇબર હોય છે. જે પચવામાં ખૂબ જ હળવુ છે અને તે તમારા પેટને ભરેલું પણ રાખે છે. જેનાથી ભુખ સાવ ઓછી લાગે છે. ઓટમીલમાં કેલેરી પણ ઘણી ઓછી હોય છે અને ફાઇબર વધારે હોય છે તેથી ઓટમીલ શરીર માટે ખૂબ સારુ ફૂટ સાબીત થશે. તે પચવામાં સરળ હોવાથી ચરબી પણ નહી કરે.
સંતરા
વજન ઘટાડવા માટેનું શ્રષ્ઠ અને સરળતાથી ઉપલબ્ધ સુપરફૂડ એટલે સંતરા. સંતરામાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી આ ફળ શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં બહુ બહોળો ફાળો આપે છે. સંતરાથી કોલેસ્ટ્રોલ ઓછું થવાની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ વધે છે, ત્વચા ચમકતી દમકતી રહે છે. વળી તેમાં સાકરની માત્ર ઘણી ઓછી હોય છે તેથી તે ખાવાથી શુગરનો પણ કોઇ પ્રોબ્લેમ રહેતો નથી.
કઠોળ
કઠોળમાં મગ, ચણા, મઠ, મૈસૂર, રાજમામાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે. આમા સ્ટાર્ચની માત્રા પણ ઘણી હોય છે. જો તમારા ડાયટમાં લેગ્યુમ્સનો ઉમેરો કરશો તો તમારું વજન ખૂબજ ઝડપી ઘટી જશે. આની સૌથી સારી બાબત એ છે કે વજન ઘટવાથી તમને અશક્તિ નથી લાગતી અને તમારા શરીરને પણ કોઇ નુક્સાન નથી થતું.
અળસી
જે વજન ઘટાડવા ઇચ્છતાં હોય તેના માટે અળસી ખરેખર વરદાનરૂપ હોય છે. અળસી વજન તો ઘટાડે જ છે સાથે સાથે તેના ગુણકારી ફાઇબર્સ તમારા શરીરને સ્વસ્થ અને સ્ફૂર્તીલુ પણ રાખે છે. અળસીમાં હાઇ ફાઇબર્સ હોવાથી તમને એવું લાગે છે કે તમારું પેટ ભરેલું છે. તે જલદીથી ભુખ નથી લાગવા દેતી, અને તે કારણે વજન પણ નથી વધતું. અળસી જેને કોલેસ્ટ્રોલ અને ડાયાબીટીસની તકલીફ હોય તેના માટે પણ ખૂબ ગુણકારી છે. અળસીમાં ઓમેગા ૩ હોવાથી તે શરીરમાં વધતી ચરબીને અટકાવે છે. જો તમે નિયમીતરીતે અળસીનું સેવન કરશો તો તે તમારા હૃદયને પણ તંદુરસ્ત રાખે છે. તેથી રોજે અળસીનું સેવન તમારા માટે ઘણુ જ ગુણકારી રહેશે, પરંતુ અળસીના સેવન બાબતે એક વાતનું ધ્યાન રાખવું કે તે ખાધા પછી પાણી વધારે પ્રમાણમાં પીવાનું રાખવું.
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આ સુપરફૂડ્ઝ વજન પણ ઘટાડે અને પોષણ પણ વધારે appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/the-superfoods-weight-even-reduction-a/
via Best Gujarati News
0 Comments