પાક.ના ક્વેટામાં ભરબજારમાં બોંબ વિસ્ફોટ : ૨૦નાં મૃત્યુ
। ક્વેટા ।
પાકિસ્તાનના અશાંત ક્વેટા શહેરમાં શુક્રવારે બપોરે શાકભાજી માર્કેટમાં થયેલા બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૨૦ લોકો માર્યા ગયા છે જ્યારે ૪૮ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ઘણા શિયા સમૂદાયના હતા. ક્વેટા પોલીસે કહ્યું કે સવારના લગભગ ૭ વાગ્યે શાક માર્કેટમાં એક વિસ્ફોટ થયો હતો. બોબ શાકભાજીમાં છુપાવીને માર્કેટમા લાવવામાં આવ્યો હતો. પ્રાંતના ગૃહ મંત્રી જિયાઉલ્લાહ લેંગોવે કહ્યું કે અત્યાર સુધી ૨૦ લોકો માર્યા ગયા છે. ક્વેટાના ડીઆઈજી અબ્દુલ ચીમાએ કહ્યું કે એક અધિકારી પણ મોતને ભેટયા છે. વિસ્ફોટમાં હજારા સમૂદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. પીડિતોમાં હજારા અને પશ્તૂનો જેવા સમૂહના લોકો સામેલ હતા.
હજારા સમૂદાય તાબિલાન અને ISIના નિશાન પર
પાકિસ્તાનનો હજારા સમુદાય તાબિલાન અને આઈએસઆઈના નિશાન પર રહ્યો છે. આ પહેલા પણ તેમની પર અનેક હુમલાઓ થયા છે. અફઘાનિસ્તાનમાં પણ આતંકી સંગઠન આઈએસઆઈએ હજારા સમુદાયને નિશાન બનાવીને અનેક હુમલાઓ કર્યા હતા. પાકિસ્તાનમાં અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટના આતંકીઓએ પણ હજારા સમુદાયને નિશાન બનાવતા અનેક હુમલાઓ કર્યા હતા. આતંકી સંગઠનો હજારા સમુદાયને બહારના માનતા હોવાથી તેમને નિશાન બનાવી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પાક.ના ક્વેટામાં ભરબજારમાં બોંબ વિસ્ફોટ : ૨૦નાં મૃત્યુ appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/in-pak-no-quetta-bazaar/
via Best Gujarati News
0 Comments