ઇઝરાયેલી ચંદ્રયાન ચંદ્ર સપાટી પર તૂટી પડયું
। જેરુસલેમ ।
ઇઝરાયેલનું અંતરિક્ષયાન ચંદ્રની ભૂમિને સ્પર્શે તેની ગણતરીની પળો પહેલાં જ તકનીકી ક્ષતિ સર્જાતાં ચંદ્રની સપાટી પર જ તૂટી પડયું હતું. યાન ચંદ્ર સપાટીથી ૧૦ કિ.મી.ના અંતરે હતું ત્યારે જ દુર્ઘટના સર્જાઈ હતી. આમ થતાં ઇઝરાયેલ ખાનગી ભંડોળ ચંદ્ર અભિયાન સંપન્ન કરવાનો ઇતિહાસ બનાવતાં ચૂકી ગયું હતું. અંતરિક્ષયાન ચંદ્રની સપાટીને સ્પર્શવામાં જ હતું તે પળોમાં યાને પૃથ્વી સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. મિશનને તરત જ નિષ્ફળ જાહેર કરવામાં આવ્યું હતું. ઇઝરાયેલ એરોસ્પેસ ઉદ્યોગના અગ્રણી ઓફેર દોરોને જણાવ્યું હતું કે ચંદ્રની સપાટી પર જ યાન તૂટી પડયું હતું.યાન સપાટી પર ઉતરાણ કરે તેની ગણતરીની પળો પહેલાં જ યાનનું એન્જિન બંધ પડી ગયું હતું. વિજ્ઞા।નીઓ તેનું કારણ જાણવા પ્રયાસશીલ છે. બેરેશીટ તરીકે ઓળખાતું યાન જ્યાં ઉતરાણ કરાવનું હતું તે સ્થાને જ તેનો કાટમાળ વિખેરાયો હતો. દોરોને જોકે મિશન સફળ રહ્યું હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે યાન ચંદ્રની સપાટી સુધી પહોંચ્યું હતું તે પણ મોટી સિદ્ધિ છે.
ચોથા ક્રમ માટે સંભાવના હજી ખુલ્લી છે
ઇઝરાયેલનું યાન ચંદ્ર સપાટીથી નજીકના અંતરે જ તૂટી પડતાં ભારત ચંદ્ર અભિયાનની રેસમાં આવી ગયું છે. રશિયા, અમેરિકા અને ચીન પછીના ચોથા ક્રમે ચંદ્ર અભિયાન પાર પાડવાની સંભાવના ભારત પાસે હજી ખુલ્લી છે. ભારતે એપ્રિલ મહિના સુધી ચંદ્રયાન- ૨ મિશનને મુલતવી રાખતાં ઇઝરાયેલ રેસમાં આગળ નીકળી ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઇઝરાયેલી ચંદ્રયાન ચંદ્ર સપાટી પર તૂટી પડયું appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/israeli-chandrayaan-moon/
via Best Gujarati News
0 Comments