અમદાવાદમાં અમિત શાહે ગુરૂવારે મોડી સાંજે રાજ્યના સીએમ વિજય રૂપાણી, ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ સાથે બેઠક યોજી હતી. અમિત શાહે ગુરુવારે યોજેલી બેઠક આર.સી પટેલના નિવાસ સ્થાને મળી હતી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઇને વર્તમાન સ્થિતિ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીની ટિકિટ વહેંચણીમાં પાટીદારોની નારાજગી સામે આવી હતી, જેથી તેમને મનાવવા માટે અમિત શાહે બેઠક યોજી હતી. વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી અને સભ્યો સાથે પણ અમિત શાહે મુલાકાત કરી હતી. લોકસભાની ચૂંટણીને લઇને પાટીદારોને મનાવવાના પ્રયાસ ચાલી કરવામાં આવી રહ્યા છે.

હવે અમિત શાહ સાથે બેઠક મામલે સી.કે.પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, પાટીદારોના પ્રશ્નો મામલે સરકારનું વલણ હકારાત્મક છે. પાટીદારો સામે થયેલા કેસ પરત ખેંચવાની વાત થઈ છે આ સાથે જ પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યુ પામનાર યુવાનોનાં પરિવારને નોકરીની પણ માંગ કરવામાં આવી છે.

વધુમાં સી.કે પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં ખેડૂતલક્ષી કામો અંગે પણ ચર્ચા થઈ છે. અને સરકારે 15 દિવસ સુધીમાં નિર્ણય લેવાની ખાતરી આપી છે. તથા બાકી રહેલા તમામ કામોને વહેલી તકે પૂર્ણ કરાશે તેવી સરકાર દ્વારા બાહેધરી આપવામાં આવી છે. બિન અનામત આયોગના સંપૂર્ણ લાભ મળે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. આ સાથે જ તેમણે એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે, અમિત શાહ સાથે કોઇ પણ પ્રકારની રાજકીય ચર્ચા કરવામાં નથી આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમિત શાહને મળ્યા બાદ સી.કે પટેલે કહ્યું-પાટીદારોના પ્રશ્નો મામલે સરકારનું હકારાત્મક વલણ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/after-meeting-amit-shah-ck-patel-said-the-positive-attitude-of-the-government-on-the-issue-of-patidar/
via Best Gujarati News