છેલ્લા કેટલાક દિવસોથી આગ ઓકતી ગરમી પડી રહી છે. દરમિયાન શુકવારે ઈડરનુ તામાન 43 ડિગ્રી નોંધાતાં  આકાશમાંથી અગનગોળા છૂટતા હોય તેવી દેહ દઝાડતી ગરમીથી પરેશાન લોકો તોબાહ પોકારી ઉઠયા હતા. પથ્થર તપતાં દાઝી જવાય તેવી ગરમીના કારણે બપોરના સમયે તો લોકોને ઘરમાંથી બહાર નીકળવુ પણ અઘરૃ બાી રહ્યુ છે. હવુ પણ આગામી દિવસોમાં ગરમી વધવાની દહેશત છે ત્યારે લોકોની હાલત ખરાબ થશે. ગરમી વધવાની સાથે પાણીની પણ સમસ્યાઓમાં વધારો થતાં લોકો પરેશાન થયા છે.

ગરમીએ કહેર વર્તાવા માંડયો છે. એક અઠવાડિયાથી તો ચામડી દાઝી જાય તેવો આકરો તાપ પડી રહ્યો છે. હજુ પણ દિવસે દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં સૌથી વધુ ગરમી ઈડરમાં પડે છે. ત્યારે શુક્રવારે બપોરે ઈડરનુ તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયુ હતુ. બંને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પણ પારો 43 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. ઈડરમાં બપોરના સમયે તો ગઢના પથ્થર તપતાં જાણે આગ વરસતી હોય તેવી ગરમીથી લોકો તોબાહ પોકારી ઉઠયા હતા. બપોરના સમયે લોકોની અવરજવરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સાબરકાંઠાની સાથે અરવલ્લીમાં પણ આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી આકરી ગરમીનો લોકોએ અનુભવ કર્યો હતો. બપોરે 11 વાગ્યા પછી તો માર્ગો પણ સુમસામ બનવા લાગ્યા છે. લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો ઉપયોગ કરી હ્યા છે પરંતુ આકરો તાપ પડતાં પ્રજા તોબાહ પોકારી રહી છે.

ગરમીમાં વધારો થવાની સાથે જ અરવલ્લી અને સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બનવા લાગી છે. ભિલોડા,મેઘરજ અને માલપુર તાલુકાના અનેક અંતરિયાળ ગામોમાં લોકોને ખેતરોમાં રઝળપાટ કરીને પીજાનુ પાણી લાવવુ પડી રહ્યુ છે. જ્યારે તળાવો સૂકાભઠ્ઠ થતાં પશુઓ પાણી વગર ટળવળી રહ્યા છે. બોર અને કૂવાના પાણી પણ ઉંડા જતાં ઉનાળા વાવેતરમાં ઘટાડો થયો છે. જેના કારણે લીલોતરીના અભાવે ગામડાઓમાં પણ શરીર દાઝી જાય તેવી આકરી ગરમી પડી રહી છે. આગામી દિવસોમાં હજુ ગરમીમાં વધારો થશે ત્યારે આ વખતે તાપમાન ૪૭ ડિગ્રીને પાર કરી જવાની પણ દહેશત રહેલી છે. ગરમીના કારણે અનેક લોકો લૂ અને ઝાડા ઉલટીની બિમારીઓમાં પટકાયા છે.

 આ પણ જુઓ: બનાસડેરીને લઈ પરથી ભટોળ બાદ શિવા ભુરિયાનો આરોપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઈડરમાં આગ ઓકતી ગરમી, પારો 43 ડિગ્રી પહોંચતાં લોકો તોબાહ પોકારી ઉઠયા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/the-heat-of-the-eder-the-heat-wave-mercury-reaching-43-degrees/
via Best Gujarati News