ઉનાળાના બળબળતા તાપમાં ગરમીથી રાહત આપતાં અને શરીર માટે સ્વાસ્થ્યપ્રદ એવા લીંબુની ખટાશ હાલમાં તેના આસમાને ગયેલા ભાવને કારણે વધી ગઈ છે. મધ્યમ વર્ગ સહીત તમામ લોકોને ઉનાળામાં લીંબુનો વપરાશ કરકસરથી કરે છે. હાલમાં બજારમાં લીંબુના ભાવ 100 ની ઉપર પહોચી ગયા છે. શેરીઓ અને સોસાયટીઓમાં ઘર આંગણે આવતાં છુટક ફેરીયાઓ લીંબુનો ભાવ રૃા.100થી વધારે વસુલે છે. કેટલાક ફેરીયાઆ તો રૃા.૧૧૦ની આસપાસ રસદાર લીંબુ કિલોના ભાવે વેચે છે.લોકો નાછૂટકે પણ વધુ ભાવ ચૂકવી લીંબુ ખરીદતા હોય છે .

બળબળતા તાપમાં ઠંડુ લીંબુ શરબત શરીરને માટે ફાયદાકારક છે. નાગરીકો ગરમીમાં જુદી જુદી ફ્લેવર સાથે લોકો લીંબુ શરબતનો ઉનાળામાં આનંદ માણતાં હોય છે.ગરમીથી રાહત આપવાની સાથે સાથે સ્ટેમિના માટે ગણાતું લીંબુ શરબત સ્વાસ્થ્ય માટે ઘણુ ઉપયોગી અને લાભકર્તા છે.તબીબોથી લઈને ડાયટીશીયનો પણ રોજીંદા આહારમાં એક ગ્લાસ લીંંબુ શરબત લેવાની ઘણી વખત સલાહ આપતાં હોય છે. બિમારીમાં પટકાયેલા લોકો માટે પણ લીંબુ શરબત આશિર્વાદરૃપ સાબિત થાય છે. કોઈપણ બિમારી હોય દર્દીને લીંબુ શરબત પીવાની સલાહ તબીબો દ્વારા કેટલીકવાર અપાતી હોય છે.

જોકે ઉનાળમાં લીંબુની સૌથી વધુ માંગ જોવા મળે છે. દિવસભરની શાળાના બાળકોને તેમના વાલી કે પરીવાર તરફણી ગરમીથી રક્ષણ મળે તે માટે લીંબુ શરબત બોટલમાં ભરી આપતા હોવાની પ્રથા છે.થાક અને કંટાળાને દૂર કરી ર્સ્ફુિત આપતું આ સ્વાસ્થયપ્રદ પીણું હાલમાં મધ્યમ વર્ગ માટે મોઘું બની ગયું છે. ઉનાળાના બળબળતા તાપમાં જ્યારે સહુ કોઈ લીંબુ શરબત પીવાની ઈચ્છા અનુભવતા હોય ત્યારે હાલમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે.બજારમાં તો લીંબુ રૃા.100 પ્રતિકિલોનાની આસપાસ મળી રહે છે.પણ જો સારા રસદાર લીંબુ લેવા જાવ તો રૃા.110 માં વેચાય છે. ગામીણ અને કેટલાક વિસ્તારોની લારીઓ પર વેચાતા લીંબુ હવે રૃા.120નીઆસપાસ જોવા મળતા હોય છે.લીંબુના ભાવમાં થયેલા અધધ… ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગને લીંબુ સરબતથી વં ચિત કેઓછો વપરાશ કરતા નજરે પડી રહયા છે.

એસેન્સથી બનતું લીંબુ શરબત સ્વાસ્થ્ય માટે જોખમી

બજારમાં લીંબુ શરબતના નામે જે પીવડાવવામાં આવે છે તે ક્યારેક સ્વાસ્થ્ય માટે જોખમી પૂરવાર થઈ શકે છે. શરબત બનાવવા બિનઆરોગ્યપ્રદ પાણીનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત લીંબુનું એસેન્સ ઉમેરીને જ શરબત બનાવવામાં આવે છે. લીંબુ શરબતની બનાવટમાં લીંબુનો બહુ ઓછા લોકો ઉપયોગ કરતા હોય છે. જ્યાં લીંબુનો ઉપયોગ કરીને શરબત બનાવવામાં આવે છે ત્યાં શરબતનો ભાવ વધુ હોય છે. હાલમાં એસેન્સવાળું શરબત તો રૃા.10 પ્રતિ ગ્લાસના ભાવે વેચાય છે.

આ પણ જુઓ: સુરતમાં વાલીઓએ ફી મામલે SCના ચૂકાદાને આવકાર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બળબળતા તાપમાં લીંબુની ખટાશ વધી, ભાવ સાંભળી મોઢું થઇ જશે કડવું appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/the-sharp-increase-in-lemon-prices-in-heat/
via Best Gujarati News