અરબી સમુદ્રમાં માછીમારી માટે જતી ભારતીય ફિશિંગ બોટોને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા સમુદ્રીજળ સીમા પરથી પકડી પાડવામાં આવે છે અને આ ફિશિંગ બોટોના ખલાસીઓ (માછીમારો)ને પાકિસ્તાનની જેલમાં ધકેલી દેવામાં આવે છે બાદ એક દોઢ વર્ષ બાદ તેમને મુક્ત કરવામાં આવે છે.

હાલમાં જ પાકિસ્તાન સરકાર દ્વારા 600થી વધુ બંધક ભારતીય માછીમારો પૈકી 355ને મુક્ત કરવાનો નિર્ણય લીધેલ અને તે પૈકીના 100 માછીમારોનો ફિશરીશ વિભાગ દ્વારા વાઘા બોર્ડર પરથી પાકિસ્તાન સરકાર પાસેથી કબ્જો મેળવી વેરાવળ ફિશકચેરી ખાતે લાવવામાં આવેલ જ્યાં જરૂરી કાર્યવાહી બાદ તેમના સ્વાજનોને સોંપી દેવામાં આવેલ છે.

વેરાવળ ફિશરીશ કચેરી ખાતે માછીમારો આવી પહોંચતા કાગડોળે રાહ જોતા તેમના સ્વાજનોમાં હરખની હેલી સાથે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. મુકત થયેલ માછીમારોએ માદરે વતન પરત આવ્યાની ખુશી વ્યક્ત કરતાં જણાવેલ કે જ્યારે પાકિસ્તાનના કેદીની ભારત જેલમાં મોતની ઘટનાના સમાચાર આવતા પાકિસ્તાન જેલમાં તણાવ ભરી સ્થિતિ સર્જાઇ હતી અને ભારતીય માછીમારોને પાકિસ્તાનના કેદીઓથી અલગ રાખવામાં આવ્યા હતા.

તો ઉત્તર પ્રદેશના 13 માછીમારો પણ મુકત થયેલ જેઓએ મીડિયા સમક્ષ જણાવેલ કે જેમ ગુજરાત સરકાર અહીંના માછીમારોને પાકિસ્તાન જેલમાં હોય તે દરમિયાન માસિક 4500 ચૂકવે છે તેવી રીતે યુ.પી સરકારે પણ આવી મદદ કરવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.

તો બીજી તરફ 100 પૈકી આસામનો એક બોગસ માછીમાર ઝડપાયો હતો અને દરિયાઈ સુરક્ષામાં ચાલતી પોલંપોલનો પર્દાફાશ થયો છે. બનાવટી દસ્તાવેજોના આધારે માછીમારી કરવા ગયેલ આસામી યુવકનો એસ.ઓ.જી દ્વારા ફિશરીશ વિભાગ પાસેથી કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમુદ્રમાં બનાવટી દસ્તાવેજો સાથે માછીમારી કરતો યુવક પાકિસ્તાનની જેલમાં દોઢ વર્ષ રહ્યો અને હાલમાં મુક્ત થયેલ જે પોરબંદરના દિલીપ બાબુ લોઢારીની શ્રી વિજય નામની ફિશિંગમાં ફિશિંગ કરવા ગયેલ. સમુદ્રમાં બનાવટી ઓળખ સાથે ઘણા સમય સુધી માછીમારી કરતો આ યુવક દરિયાઇ સુરક્ષામાં પોલંપોલને ઉજાગર કરતો હોય તેવું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલ 100 ભારતીય માછીમારો માદરે વતન પહોંચ્યા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/100-indian-fishermen-released-from-pakistan-prison/
via Best Gujarati News