અ’વાદ: નિકોલમાં 4 વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી, પિતાએ નજર સામે જ કરી હત્યા
મોબાઈલ ફોન અને વોટ્સએપ ચેટિંગથી પત્નીએ દૂર રહેવું જોઈએ તેવું માનતો પતિ દોઢ વર્ષથી ઘરમાં તકરાર કરતો હતો. પત્ની પણ પતિની વાતને ગણકાર્યા વગર મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હતી.
નિકોલમાં શુક્રવારે સવારે પતિએ પત્નીને અન્ય સાથે આડા સંબંધની શંકા અને મોબાઈલ ફોનના શોખને કારણે ૪ વર્ષના પુત્રની નજર સામે હત્યા કરી નાંખી હતી. નિકોલ પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી આરોપીની પૂછપરછ હાથ ધરી છે.
નિકોલમાં પ્રભાતભાઈ રબારીની ચાલીમાં રહેતી શિવાની વિરપાલ પવાર (ઉં,૨૫) તેના પુત્ર આદિત્ય સાથે રહેતી અને સિલાઈકામ કરી ગુજરાન ચલાવી હતી. પતિ વિરપાલ અને શિવાની વચ્ચે દોઢ વર્ષથી તકરાર ચાલતી હોવાથી તે પત્નીથી અલગ રહેતો હતો. હિરાઘસુ કામદાર વિરપાલ છેલ્લા ત્રણ દિવસથી શિવાની સાથે રહેવા માટે આવ્યો હતો.
શુક્રવારે સવારે શિવાનીને વિરપાલે લાકડીના ફટકા મારતાં બુમાબુમ થઈ હતી. જેના પગલે પડોશીઓ ભેગા થયા જો કે, શિવાનીને ઘરમાં લઈ જઈ દરવાજો વિરપાલે બંધ કરી દીધો હતો. તે પછી વિરપાલ અચાનક લાકડી લઈને ઘરમાંથી ભાગ્યો હતો. પડોશીઓએ જોયું તો ઘરની અંદર લોહીના પટ્ટા પડેલા જે પાણીની ટાંકી તરફ જતા હતા.
ટાંકીમાં શિવાનીના પગ બહારની બાજુ તેમજ તે મૃત હાલતમાં પડી હતી. પુત્ર આદિત્યની નજર સામે આ ઘટના બની હોવાથી તે હેબતાઈ ગયો હતો. પોલીસ તપાસમાં શિવાનીના ગળામાં ટુંપો દઈ લાકડીના ફટકા મારી તેની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. પોલીસે એફએસએલ ટીમની મદદ લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અ’વાદ: નિકોલમાં 4 વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી, પિતાએ નજર સામે જ કરી હત્યા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-in-nicolas-the-father-mother-killed-his-in-front-of-his-son/
via Best Gujarati News
0 Comments