ભારતના ખતરનાક હથિયારોની ખરીદીએ પાકિસ્તાનની ઉંઘ હરામ કરી નાખી છે. પાકિસ્તાનની વિદેશમંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ કહ્યું હતું કે, રશિયાના S-400 હથિયાર દક્ષિણ એશિયા માટે ખતરો બની ગયો છે. જાહેર છે કે, ભારતે ગત વર્ષે 40,000 કરોડ રૂપિયામાં રશિયા સાથે S-400 ડીલ કરી હતી. S-400ની પહેલી ડિલિવરી ભારતને 2020માં મળી જશે.

આ બાબતથી કુરેશી રીતસરના ફફડી ઉઠ્યાં છે. કુરેશીએ કહ્યું હતું કે, ભારતના પારંપારિક હથિયારોની તૈનાતી સાથે સાથે આક્રમક કોલ્ડ સ્ટાર્ટની નીતિ અને પરમાણું સબમરીન, રાફેલ, એંટી-બેલાસ્ટિક સિસ્ટમ સહિત તમામ રણનૈતિક વિસ્તાર પાકિસ્તાનની સુરક્ષા માટે ગંભીર ખતરાનો સંકેત છે.

ભારતની હથિયાર ખરીદીથી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશી રીતસરના ડરી ગયા છે અને તેમને હથિયારોની ખરીદીને લઈને વૈશ્વિક શક્તિઓને સતર્ક રહીને પોતાનું કર્તવ્ય નિભાવવાની આજીજી કરી છે.

કુરેશીએ કહ્યું હતું કે, S-400 જેવી એન્ટી-બેલાસ્ટિક મિસાઈલ સિસ્ટમની એન્ટ્રી રણનૈતિક સ્થિરતા માટે પડકાર ઉભો કરી શકે છે. સુરક્ષાના ભ્રામક વાતાવરણમાં કોઈ અકસ્માતને અંજામ અપાવી શકે છે.

અમેરિકી પ્રતિબંધની ધમકી બાદ ઓક્ટોમ્બર 2018માં ભારતે રશિયા સાથે મળીને 5,43 અબજ ડૉલરમાં પાંચ S-400એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતાં. પાકિસ્તાનને તે સમયે પણ પ્રતિક્રિયા આપી હતી અને દક્ષિણ એશિયા માટે ખતરો ગણાવ્યો હતો.

કુરેશીને ભારતના અવકાશી મિશનો પણ અકળાવી રહ્યાં છે. પાકિસ્તાને ભારતના ASAT પરીક્ષણ પર ચિંતા વ્યક્ત કરી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આગ્રહ કર્યો હતો કે તે ભારત સાથે એડવાંસ ટેકનિકની આપ લે ના કરે.

કુરેશીએ ઈસ્લામાબાદને શાંતિપ્રિય દેશ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, અમારા પાડોશીએ એ સમઝવાની જરૂર છે કે માત્ર વાતચીત એક જ સમસ્યાનો ઉકેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભારતના આ 3 ઘાતક હથિયારથી ફફડી ઉઠ્યું પાકિસ્તાન, દુનિયાના પગમાં પડી કરી આજીજી appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/pakistan-fm-qureshi-fear-about-indias-s-400-nuke-subs-and-rafales/
via Best Gujarati News