બ્રિટેનની મહારાણીએ આપ્યું આમંત્રણ, પંજાબના રાજ્યપાલે આવું કહીને ‘ઠુકરાવી’ દીધું
પંજાબના રાજ્યપાલ વી.પી. સિંહ બદનોરે બ્રિટીશ ઉપ ઉચ્ચાયોગ દ્વારા બુધવાર સાંજે બ્રિટેનની મહારાણીના જન્મદિવસના આયોજનમાં સામેલ થવા માટે મોકલવામાં આવેલા નિમંત્રણને સ્વીકાર કરવાથી ઈન્કાર કરી દિધો. આ માટે તેઓએ 13 એપ્રિલના જલિયાંવાલા બાગના 100 વર્ષ પુરા થવાનો હવાલો આપીને આયોજનમાં સામેલ થવા માટે ના પાડી દીધી.
રાજ્યપાલ બદનોરને આ આયોજનમાં મુખ્ય અતિથી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતાં. તેમણે બ્રિટીશ ઉપ ઉચ્ચાયુક્ત એંડ્ર્યુ આયરેને બુધવાર સાંજે એક પત્ર લખ્યો અને આ આયોજનમાં સામેલ થવા માટે અસમર્થતા દર્શાવી. તેમણે પત્રમાં લખ્યું કે મહારાણીના જન્મદિવસની ઉજવણીમાં મને તમારા આવાસ પર વિશેષ અતિથી તરીકે આમંત્રિત કરવા માટે આભાર. હું તેમની દિર્ધાયું અને સારા સ્વાસ્થ્યની કામના કરૂ છું.
બદનોરે આગળ લખ્યું કે, તેઓ આ કાર્યક્રમમાં એટલા માટે સામેલ થવા માટે અસમર્થ છે, કારણ કે, આ અમૃતસરના જલિયાવાલા બાગમાં થયેલા ભીષણ જનસંહારના 100 વર્ષ પુરા થવાના થોડાક દિવસો પહેલા કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બ્રિટેનની મહારાણીએ આપ્યું આમંત્રણ, પંજાબના રાજ્યપાલે આવું કહીને ‘ઠુકરાવી’ દીધું appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/britains-emperor-invites-governor-of-punjab-to-say-thukruvi/
via Best Gujarati News


0 Comments