દુનિયાભરમાં ભૂકંપ લાવનાર વિકિલિક્સના જૂલિયન અસાંજેની લંડનમાંથી ધરપકડ
એક સમયે ગંભીર પ્રકારના દાવાઓ કરીને દુનિયાભરમાં સનસનાટી ફેલાવનારા વિકિલિક્સના સહ-સંસ્થાપક જૂલિયન અસાંજેની લંડન ખાતેના ઈક્વાડોર દૂતાવાસમાંથી ધરપકડ કરવામાં આવી છે. અસાંજેએ છેલ્લા 7 વર્ષોથી ઈક્વાડોરના દૂતાવાસમાં શરણ લીધું હતું.
એક યૌન ઉત્પીડન કેસમાં સ્વિડનમાં પ્રત્યાર્પણથી બચવા માટે અસાંજેએ દૂતાવાસને પોતાનું સુરક્ષીત સ્થાન બનાવી લીધું હતું. લંડનની મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે, અસાંજેને અટકાયતમાં લેવામાં આવ્યો છે અને તેને વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.
AFP News Agency : British police arrest Wikileaks founder Julian Assange pic.twitter.com/Gry9G3wULw
— ANI (@ANI) April 11, 2019
ઉલ્લેખનીય છે કે, અસાંજેએ 2010માં મોટી સંખ્યામાં અમેરિકાના ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને સનસનાટી મચાવી દીધી હતી. અસાંજેના દાવાઓએ દુનિયાભરમાં ભૂકંપ સર્જ્યો હતો અને ફફડાટ ઉભો કર્યો હતો. પરંતુ અસાંજે પર યૌન ઉત્પીડનના આરોપો પણ લાગ્યા હતાં. અસાંજેએ સ્વિડનમાં પ્રત્યાર્પણથી બચવા માટે 2012માં ઈક્વાડોરના દૂતાવાસમાં શરણ લીધું હતું. બાદમાં સ્વીડને અસાંજે પર સેક્સ અપરાધ સાથે સંબંધિત મામલો હટાવી લીધો હતો.
તેમ છતાંયે અસાંજે દૂતાવાસમાં રહેતો હતો કારણ કે, જામીન પરનો કેસ પુરો થવાથી લંડનમાં તેના પર ધરપકડની તલવાર લટકી રહી હતી. ગત વર્ષે 12 ડિસેમ્બરે તેને ઈક્વાડોરની નાગરિકતા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દુનિયાભરમાં ભૂકંપ લાવનાર વિકિલિક્સના જૂલિયન અસાંજેની લંડનમાંથી ધરપકડ appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/wikileaks-founder-julian-assange-arrested-by-london-police/
via Best Gujarati News
0 Comments