શેરબજારમાં આજે પણ ખુલતાની સાથે ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 71.15 અંક એટલે કે 0.18 ટકા વધીને 38,943.02 પર અને નિફ્ટી 34.90 અંક એટલે કે 0.30 ટકા વધીને 11,704.05 પર ખુલ્યો છે.

સારા ગ્લોબલ સંકેતોને કારણે આજે પણ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. ગઇકાલે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ 164.27 અંક એટલે કે 0.42 ટકા વધીને 38,837.18 પર અને નિફ્ટી 45.25 અંક એટલે કે 0.39 ટકા વધીને 11,669.15 પર શેરબજાર બંધ રહ્યું હતુ.

2019ના નાણાંકીય વર્ષની શરૂઆતમાં શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે તીવ્ર વધારા સાથે જોવા મળ્યો હતો. જેમાં શેરબજારમાં નવી ટોચ જોવા મળી હતી.

સોમવારે, સેન્સેક્સ પ્રથમ વખત 39 હજારના સ્તરે પહોંચી ગયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 185.97 પોઈન્ટ વધીને 38,858.88 પોઇન્ટ વધ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 416 પોઇન્ટ વધીને 11,665.20 પર હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post શેરબજારમાં તેજીનો માહોલ યથાવત, સેન્સેક્સ 38,943 અને નિફ્ટી 11,700 પર ટ્રેડ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/today-sensex-by-38943-nifty-11700/
via Best Gujarati News