રાજકોટમાં પાક વીમાને લઇને 1 હજારથી વધુ ખેડૂતો અને પોલીસ સામસામે, થયો પથ્થરમારો
આજે રાજકોટના પડઘરીમાં મામલતદાર કચેરીએ પાકવીમો ન મળતા 1 હજારથી વધુ ખેડૂતો એકત્ર થયા હતા. ખેડૂતોએ બેનરો સાથે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ પાકવીમા અંગે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
ત્યાં આજે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી થઇ હતી. જોત જોતામાં ઝપાઝંપી પથ્થરમારામાં પરિવર્તિત થઇ ગઇ હતી.
તેમજ કોઇ પણ પક્ષના નેતાઓએ પડધરી તાલુકાના ગામડાઓમાં મત માગવા કે પ્રચાર કરવા પ્રવેશવું નહીંની પણ ચિમકી ઉચ્ચારી હતી. એટલુંજ નહીં પોલીસે ખેડૂત આગેવાનો ની અટકાયત કરતા ખેડૂતોએ પોલીસ કારને પણ અટકાવવા નો પ્રયાસ કર્યો હતો, તો આ તરફ બીજી બાજુ ખેડૂતોએ રોડ પર ઘાસ સળગાવ્યું હતું. જોકે ખેડૂતોએ મામલતદાર કચેરી પર એકત્ર થઈ રજુઆત પણ કરી હતી અને બાદ માં ઉગ્ર વિરોધ કર્યો હતો. તો આ સાથે 7 દિવસ માં પાક વીમો જાહેર નહિ થાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post રાજકોટમાં પાક વીમાને લઇને 1 હજારથી વધુ ખેડૂતો અને પોલીસ સામસામે, થયો પથ્થરમારો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/1-thousand-farmer-collect-in-padadhari-for-not-get-crop-insurance/
via Best Gujarati News
0 Comments