સુપ્રીમ કોર્ટે આજે ભગા બારડની અરજી પર સૂનાવણી કરતા મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. તલાલા બેઠકને લઇને ચૂંટણી પંચના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી. આ સાથે તલાલા બેઠક પર ચૂંટણી નહીં યોજાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પ્રચારને ધાર આપતા કોંગ્રેસ પર ‘હિન્દુ આતંકવાદ’ને લઇ આકરા પ્રહારો કર્યા છે. મહાત્મા ગાંધીની કર્મભૂમિ કહેવાતા વર્ધામાં પીએમ મોદીએ કહ્યું કે તેમણે દેશના કરોડો લોકોને આતંકવાદ સાથે જોડ્યા હતા. ગંભીર કટોકટીનો સામનો કરી રહેલ જેટ એરવેઝ માટે રાહતના સમાચાર આવી ગયા છે. કંપનીના પાયલોટના સંગઠન નેશનલ એવિએટર્સ ગીલ્ડ (એનએજી) એ 15 એપ્રિલ સુધી એરક્રાફ્ટ ઉડાન નહી લેવાના નિર્ણયને મોકૂફ રાખ્યો છે. સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: ભગવાન બારડને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, તલાલા પેટા ચૂંટણી નહીં યોજાય

સુપ્રીમ કોર્ટે આજે ભગા બારડની અરજી પર સૂનાવણી કરતા મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. તલાલા બેઠકને લઇને ચૂંટણી પંચના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી. આ સાથે તલાલા બેઠક પર ચૂંટણી નહીં યોજાય.

વધુ વાંચવા કરો ક્લિક-2: રાજકોટના જેતપુરમાં આવેલા એક રિસોર્ટમાં ભીષણ આગ, આખેઆખો રિસોર્ટ બળીને ખાખ

જકોટમાં જેતપુરના રિસોર્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ધોરાજી રોડ પર હનુમાન ચોકડી પાસે આવેલા રિસોર્ટમાં એલપીજીના સિલિન્ડર લીક હોવાના કારણે આ ગમખ્વાર ઘટના બની હતી. જો કે, સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી.

વધુ વાંચવા કરો ક્લિક-3: PM મોદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર, ‘હિન્દુ આતંકવાદ’ કહેનારા હવે મેદાન છોડી ભાગી રહ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પ્રચારને ધાર આપતા કોંગ્રેસ પર ‘હિન્દુ આતંકવાદ’ને લઇ આકરા પ્રહારો કર્યા છે. મહાત્મા ગાંધીની કર્મભૂમિ કહેવાતા વર્ધામાં પીએમ મોદીએ કહ્યું કે તેમણે દેશના કરોડો લોકોને આતંકવાદ સાથે જોડ્યા હતા,

વધુ વાંચવા કરો ક્લિક-4: કેજરીવાલે રાહુલ ગાંધીને લઇ આપ્યું જબરદસ્ત મોટું નિવેદન

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન પર સસ્પેંસ ખત્મ થઇ ગયું છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યમાં ગઠબંધનની ના પાડી દીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: જેટ એરવેઝ માટે રાહત, પાયલોટની હડતાલનો નિર્ણય આ તારીખ સુધી મોકુફ

ગંભીર કટોકટીનો સામનો કરી રહેલ જેટ એરવેઝ માટે રાહતના સમાચાર આવી ગયા છે. કંપનીના પાયલોટના સંગઠન નેશનલ એવિએટર્સ ગીલ્ડ (એનએજી) એ 15 એપ્રિલ સુધી એરક્રાફ્ટ ઉડાન નહી લેવાના નિર્ણયને મોકૂફ રાખ્યો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-6: …અને ધોનીના નસીબે અહીં જોરદાર સાથ આપ્યો અને ટીમને અપાવી શાનદાર જીત, Video વાયરલ

ધોનીએ 46 બોલમાં 75 રનને નોટઆઉટ રહ્યો, તેના લીધે IPL મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 8 રનથી હરાવી સતત ત્રીજી વખત જીત નોંધાવી.

વધુ વાંચવા કરો ક્લિક-7: અનુષ્કા શર્માના આ પોઝને લઇને લોકોએ ઉડાવી મજાક, બરાબરની થઇ ટ્રોલ

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેના લેટેસ્ટ ફોટોશૂટ ટ્રોલિંગના કારણે ચર્ચમાં છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર બ્લૂ આઉટફિટમાં તસવીરો શેર કરી છે. જેમાથી એક ફોટોમાં અનુષ્કાએ હટકે પોઝ આપ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: સિમ કાર્ડ બદલ્યા વગર 5G સેવાનો લાભ લઇ શકશે યુઝર્સ, જાણો કઇ જગ્યાએ શરૂ થઇ સર્વિસ

તાજેતરમાં ચીનના શહેર શંઘાઇએ દાવો કર્યો છે કે તે 5G કવરેજ અને બ્રોડબેન્ડ ગીગાબીટ નેટવર્ક સાથે વિશ્વનો પ્રથમ જિલ્લો બન્યું છે. 5G એ સેલ્યુલર ટેક્નોલોજીની આગામી પેઢી છે, જે 4જી કરતા 10 થી 100 ગણી ઝડપી ડાઉનલોડ ગતિ આપે છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: જીદ્દી માથાના દુખાવાને એક મીનિટમાં દૂર કરશે જાપાની થેરેપી, અજમાવી જૂઓ

સતત કામના ભારણ તળે જીવવાથી માથાની સમસ્યા હવે ખુબજ વધી રહી છે. માથાનો દુખાવો એક એવી સમસ્યા છે જેનાથી છુટકારો ન મળે તો તમે કામ પણ સરખુ કરી શકતા નથી.આપણે માથાના દુખાવાને તાત્કાલીક દૂર કરવા માટે કેટલાક પેનકીલરનો ઉપયોગ કરીએ છીએ.

વધુ વાંચવા કરો ક્લિક-10: કાળો દોરો બાંધવાથી વધી જશે માન સમ્માન, અજમાવો આ ટૂચકો

માન સમ્માન પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ જે જણાવેલા દરેક ઉપાય કરવાનો પ્રયાસ કરતા રહે છે તો માન સમ્માનની ઇચ્છાને પુરી કરવા માટે રત્ન સહિતની પણ ધારણ કરી લેતા હોય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post News@03 PM: ભગા બારડને SCમાંથી રાહત, મોદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર સહિતના સમાચાર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/1st-april-2019-top-headlines-til-03-pm/
via Best Gujarati News