લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છાને લઇને હાર્દિક પટેલે આજે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઇકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધી હતી. જેના કારણે હાર્દિકની ઇચ્છા પર પાણી ફરી વળ્યું હતું. પરંતુ હાર્દિક ગમે તેમ કરીને લડવાના મૂડમાં દેખાઇ રહ્યો છે. હાઇકોર્ટમાંથી પછડાટ ખાદ્યા બાદ હાર્દિક આજે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. HCના નિર્ણય સામે હાર્દિક પટેલે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. હવે આગામી સમયમાં હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે કે નહીં તે અંગોનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કરશે.

રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં કરવામાં આવેલી દલીલોમાં કહેવામાં આવ્યું હતું કે, હાર્દિક સામે રાજદ્રોહ સહિતના કેસો નોંધાયેલા છે. તેનો ઇતિહાસ ગુનાહિત છે. સાથે જ દર વખતે હાર્દિક ભડકાઉ ભાષણ કરે છે. બીજી બાજુ વિસનગર તોડફોડ કેસમાં પણ હાર્દિકની સંડોવણી હતી.

આ પહેલા રાજ્ય સરકારે કોર્ટમાં સોગંધનામું રજૂ કરીને જણાવ્યું હતું કે, અમદાવાદમાં તોફાન અંગેના કેસમાં હાર્દિક પટેલ ઘટના સ્થળે તેની હાજરી સ્પષ્ટ બતાવે છે. આરોપી સામે ગંભીર ગુના છે. આરોપીને કેસની ટ્રાયલ સમયે હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જે નહોતી આપવી જોઇતી હતી.

ગુજરાત સરકારની દલીલો હાઇકોર્ટે નોંધી હતી. હાઇકોર્ટે ઓર્ડરમાં નોંધ્યું કે હાર્દિક વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો નોંધવામાં આવી છે. કોર્ટને આપેલી બાંહેધરી બાદ પણ હાર્દિક વિરુદ્ધ 17 FRI નોંધાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post હાર્દિકના ધમપછાડા, હાઇકોર્ટમાંથી પછડાટ બાદ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/hardik-patel-may-do-application-in-supreme-court-against-hc-decision/
via Best Gujarati News