સેમસંગ તાજેતરમાં ગેલેક્સી એસ સિરીઝના ત્રણ ફ્લેગશિપ સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા છે. જ્યારે હવે જલ્દી કંપની ફ્લેગશિપ ફેબલેટ Samsung Galaxy Note 10 લોન્ચ કરી શકે છે. એસ સિરીઝના સ્માર્ટફોન્સની જેમ જ આ ડિવાઇસ પણ સરપ્રાઇઝિંગ ફીચર્સની સાથે લોન્ચ કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ મુજબ આ ફેબલેટ કોઈ પણ બટન વગરનો ડિવાઇસ હોય શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ડિવાઇસમાં માત્ર ટચ સેંસર હોઈ શકે છે અને કોઈ ફિઝિકલ બટન નહીં હોય. નોંધનીય છે કે તાજેતરમાં આવું ફીચર ડિઝાઇન ટ્રેન્ડ Vivo Apex 2019 કોન્સેપ્ટ ફોનમાં પણ જોવા મળ્યું હતું. રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ તેના આગામી સ્માર્ટફોનમાં કી-લેસ ટેક્નોલોજી યૂઝ કરશે. ઉપરાંત કંપની તેના મિડ-એન્ડ અને લો-એન્ડ સ્માર્ટફોન જેવા ગેલેક્સી એ સિરીઝમાં પણ કી-લેસ ટેક્નોલોજી લાવી શકે છે.

રિપોર્ટ મુજબ સેમસંગ પાવર, વોલ્યૂમ અને Bixby ફિઝિકલ બટન્સની જગ્યાએ ફોનના ફ્રેમ પર સાઇડમાં હેપ્ટિક ફીડબેક આધારિત કેપેસિટિવ બટન યૂઝ કરી શકે છે. પાણી અને ધૂળથી સુરક્ષા માટે પણ આ ડિઝાઇન શાનદાર હશે યૂઝર્સને સારો અનુભવ થશે. ઉપરાંત નોટ 10અને એસ10+ની જેમ કેમેરા હોલ, બેજલ-લેસ સ્ક્રિન અને ઓલ-ગ્લાસ ડિઝાઇન જોવા મળી શકે છે. પાછળની સાઇડ એસ10+ જેવા ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવશે.

જોકે સ્કિન વિશે હાલ ખુલાસો નથી કરવામાં આવ્યો પરંતુ અહેવાલ મુજબ ડિવાઇસમાં ડાયનામિક AMOLED ડિસ્પ્લે હોઈ શકે છે. જેમાં ઇન-સ્ક્રિન અલ્ટ્રા-સોનિક સેંસર આપવામાં આવી શકે છે. જ્યારે પ્રોસેસરની વાત કરીએ તો આમાં એસ10+ જેવી જ સ્નેપડ્રેગન 855/Exynos 9820 પ્રોસેસર મળી શકે છે. ડિવાઇઝને 1ટીબી સુધી ઇન્ટરનલ સ્ટોરેજ અને 12 જીબી રેમની સાથે લોન્ચ થવાની અપેક્ષા છે. આની બેટરી 4500mAh અને શરૂઆતી કિંમત 1,000 ડોલર(લગભગ 70,000 રૂપિયા) થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post બટન વગર લોન્ચ થઈ શકે છે ‘Samsung Galaxy Note 10’, જાણો કિંમત અને ફીચર્સ વિશે appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/company-may-launch-samsung-galaxy-note-10-without-button/
via Best Gujarati News