પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપે તાજેતરમાં કેટલાક નવા ફીચર્સ એડ કર્યા છે. જ્યારે હવે તેનું બીટા અપડેટ રોલ આઉટ કરવામાં આવ્યું છે. એન્ડ્રોઇડ બીટા એપનું વર્જન 2.19.86 પર અપડેટ કરવા વાળા યૂઝર્સને આ નવા ફીચર્સ સિવાય પહેલાથી ઉપલબ્ધ પિક્ચર-ઇન-પિક્ચર(PIP) મોડમાં પણ સુધારો જોવા મળ્યો છે. પીઆપીમાં કરેલ સુધાર હાલ બાઇ-ડિફોલ્ટ ડિસેબલ છે. પરંતુ સંપૂર્ણ રીતે તૈયાર થયા બાદ આગામી અપડેટમાં તેને પણ સામેલ કરવાની અપેક્ષા છે.

વોટ્સએપ, એન્ડ્રોઈડ માટે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ફીચર પર પણ કામ કરી રહી છે. જેની મદદથી યુઝર્સ ફિંગરપ્રિંટની મદદથી એપને અનલોક કરી શકે છે. હાલ નવા એન્ડ્રોયડ બીટા 2.19.86 વર્જનમાં આવેલ કંસેકિટિવ વોઇસ મેસેજીસ ફીચરની મદદથી યુઝર્સ મોકલેલ બે અથવા બેથી વધુ વોઇસ મેસેજીસને ઓટો પ્લે કરી શકશે. આ ફીચરને હવે બીટા અપડેટમાં એડ કરવામાં આવ્યું છે. આ ફીચરને ટેસ્ટ કરવા માટે પહેલા એપ પર બે અથવા બેથી વધુ વોઇસ મેસેજ રિસીવ કરવા પડશે.

PIPની વાત કરીએ તો આ વર્ષે એડ થયેલ PIP ફીચરના માધ્યમથી વોટ્સએપ યૂઝર્સ ચેટ વિન્ડોમાં જ વીડિયો પ્લે કરી શકશે. એટલે કે તમે વોટ્સએપ પર કોઈની સાથે પણ વાત કરી રહ્યા છો અને તમે વીડિયો પર જોવા માંગો છો તો તમને ચેટ વિન્ડોથી બહાર આવવાની જરૂર નહીં પડે. PIP મોડમાં યૂટ્યૂબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સહિત બીજા એપ્સ માટે પણ સપોર્ટ મળી રહ્યો છે. જોકે રિપોર્ટ મુજબ નવા અપડેટ્સ માત્ર એવા યૂઝર્સને મળશે જે એન્ડ્રોઇડ 8 ઓરિયો અથવા તેના પછીના ઓએસ યૂઝ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post વોટ્સએપના વોઇસ ફીચરમાં થયા ફેરફાર, હવે મળશે આ સુવિધા appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/voice-messages-feature-spotted-in-latest-updates-in-whatsapp/
via Best Gujarati News