ભારતમાં લોકસભા ચૂંટણી તારીખોની જાહેરાત થઇ ચૂકી છે. 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન કરવામાં આવશે. જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે તો તમે પણ મતદાન કરી શકો છો. પરંતુ તેના માટે તમારું નામ વોટિંગ લિસ્ટમાં હોવું જરૂરી છે. જ્યાં તમારું કાયમી સરનામું હોય, ત્યાંની મતદાર યાદીમાં તમારું નોંધાયેલ હોવું જોઇએ.

મતદાન કરવા માટે તમારું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે. આ ચૂંટણીમાં લગભગ 1.9 કરોડ એવા મતદાર છે જે પહેલીવાર વોટિંગ કરશે. એટલા માટે, પહેલાં જ જાણી લો કે તમે જે સંસદીય અને વિધાનસભા ક્ષેત્રમાં આવો છો, ત્યાંની મતદાર યાદીમાં તમારું નામ છે કે નહી.

ચૂંટણી પંચે એ તમામ વોટર્સને એક વોટર સ્લિપ આપે છે, જેનું નામ વોટર્સના લિસ્ટમાં સામેલ હોય છે. આ સ્લિપની સાથે એક ફોટો આઇડી પ્રૂફને ચૂંટણી પંચ દ્વારા વોટર કાર્ડ તરીકે સ્વીકાર કરવામાં આવે છે. જો કોઇને વોટર સ્લિપ મળતી નથી તો એ ઓનલાઇન પોતાનું નામ વોટર લિસ્ટમાં જોઇ શકે છે અથવા હેલ્પલાઇન પર કોલ કરી શકે છે. વોટર લિસ્ટમાં તમારો ઇનરોલમેન્ટ ચેક કરવા માટે આ સ્ટેપ્સ ફૉલો કરો.

– નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ https://www.nvsp.in પર જાવ અથવા NSVP સર્ચપેજ પર જાવ.

– જો તમારી પાસે EPIC નંબર છે તો ‘Search by EPIC number’ પર ક્લિક કરો. જો નથી તો ‘Search by details’ પર જાવ.

જો સર્ચ કરવા પર તમને ડિટેલ્સ જોવા મળી રહી નથી તો એનો મતલબ એ છે કે નામ વોટર્સ લિસ્ટમાં નથી. એવામાં તમારે ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો તમારું નામ સર્ચમાં જોવા મળે છે તો તમે વોટ આપવા માટે લાયક છો.

વોટર તરીકે રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે ફોર્મ 6 ભરીને વિધાનસભા ક્ષેત્રના ઇલેક્શન રજિસ્ટ્રેશન ઓફિસરની પાસે જમા કરવાનું હોય છે. ત્યારબાદ તમારું નામ વોટર્સ લિસ્ટમાં સામેલ કરી લેવામાં આવે છે. તમે ઓનલાઇન પણ આ ફોર્મ ભરી શકો છો. વેરિફિકેશન બાદ તમારું વામ વોટર લિસ્ટમાં જોડાઇ જશે અને તમે આગળની ચૂંટણીમાં વોટ કરી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ચૂંટણી પહેલા મતદાર યાદીમાં નામ છે કે નહિં, આ રીત કરો ચેક appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/loksabhaelection2019-steps-to-check-your-name-in-voting-list-election-with-sandesh/
via Best Gujarati News