દેશની જાણીતી અને અગ્રણી ટૂ-વ્હીલર નિર્માતા કંપની બજાજ ઓટોએ પોતાની ખુબજ લોકપ્રિય બાઈક પ્લેટિનાનું નવુ વેરિયંટ લોન્ચ કરી દીધુ છે. બજાજ ઓટોએ થોડા સમય પહેલા પ્લેટિના 100 કિક સ્ટાર્ટ (કેએસ)ને લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. બજાજ ઓટોએ પોતાની એંટ્રી-લેવલની મોટરસાઇકલની કિંમત 40,500 રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) રાખી છે. નવી એડિશનને રજૂ કરવાના અવસરે કંપનીના મોટરસાઇકલ બિઝનેસ અધ્યક્ષ સારંગ કનાડેએ કહ્યું કે પ્લેટિના ચાલકને સારી એવરેજ આપે છે, ખૂબ જ આરામદાયક અનુભવ કરાવે છે.

તેમનું કહેવું છે કે પ્લેટિના ઓછી કિંમતમાં એક સારી મોટરસાઇકલ છે. નવી બજાજ પ્લેટિના ભારતના બધા બજાજ ઓટો ડીલરશિપ પર સિલ્વર ડિકલ્સ અને કોકટેલ વાઇન રેડની સાથે ઉપલબ્ધ છે. કંપનીના અનુસાર પ્લેટિના 100 કેએસ પોતાની ‘કમ્ફર ટેક’ ટેક્નોલોજીના કારણે 20% ઓછો આંચકો આપે છે, જેમાં આગળ અને પાછળના સસ્પેંસન, રબરના ફૂટપેડ, ડાયરેક્શનલ ટાયર અને સ્પ્રિંગ સોફ્ટ સીટ મોટી ભૂમિકા ભજવે છે. તેમાં એક સ્ટાઇલિશ એલઇડી ડીઆરએલ હેડલેંપ અને આકર્ષક ગ્રાફિક્સ પણ છે.

તેમજ પલ્સરના નવાં વેરિયંટને કંપનીએ તાજેતરમાં જ 180 સીસીમાં લોન્ચ કર્યુ હતુ. નવા વેરિયંટ Pulsar 180F છે. તેની દિલ્હીમાં એક્સ શો રૂમની પ્રાઈઝ 87,450 રૂપિયા છે. બજાજની વેબસાઈટ પર આ મોડલ Pulsar 180 Neonના નામથી લિસ્ટેડ છે.

Pulsar 220Fથી મળી રહી છે ડિઝાઈન

હાલ આ વેરિયંટ ફક્ત ઓરેંજ કલરમાં ઉપલબ્ધ છે. Pulsar 180Fની ડિઝાઈનની વાત કરીએતો આ Pulsar 180 અને Pulsar 220F જેવું જ છે. બાઈકનો બેઝ કલર મેટ ગ્રે છે. લોગો પર ઓરેંજ કલર ફિનિશિંગ આપવામાં આવેલ છે. બાઈક અલગ અલગ ભાગમાં સાઈડ પેનલ, હેંડ લેંપ અને એલોય વ્હીલ પર પણ આ ફિનિશિંગ જોઈ શકાય છે. જેનાથી બાઈકને સ્પોર્ટી લુક જોવા મળી રહી છે.

178.6 CCનું સિંગલ સિંલીંડર એન્જીન

બજાજ પલ્સર 180Fમાં 178.6 CCનું સિંગલ સિંલીંડર એટર કૂલ્ડ ફોર સ્ટ્રોક એન્જીન છે. આ એન્જીન 8,500 rpm પર 17.02 પીએસનું પાવર અને 6,500 rpm પર 14.22 ન્યૂટર મીટરની ટોર્ક જનરેટ કરે છે. એન્જીનમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવેલ છે. બ્રેકિંગ પાવર 260 એમએમ ડિસ્ક બ્રેક સાથે ફ્રંટમાં અને 230 એમએમનું ડિસ્ક બ્રેક રિયરમાં આપાવામાં આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post અગ્રણી ટૂ-વ્હિલર કંપનીની લો રેન્જમાં આવી ગઇ નવી મોટરસાઇકલ, જાણો કેટલી છે કિંમત appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/a-new-motorcycle-coming-in-the-law-and-high-range-of-the-leading-two-wheeler-company/
via Best Gujarati News