IPLની 12મી સીઝનમાં અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં એમ્પાયરિંગ સાધારણ રહી છે. ગુરૂવારનાં રોજ મુંબઈ ઇન્ડિયન્સ અને યજમાન રૉય ચેલેન્જર્સ બેંગલોરની વચ્ચે રમાયેલી રોમાંચક મેચ પણ એમ્પાયરની ભૂલ સામે આવી છે. એમ્પાયરનાં ખોટા નિર્ણયને કારણે બેંગલોરે હારનો સામનો કરવો પડ્યો છે. ટૉસ હારીને પહેલી બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 20 ઑવરમાં 8 વિકેટે 187 રન બનાવ્યા. 188 રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગોલરની ટીમનો 6 રને પરાજય થયો. છેલ્લા બૉલ સુધી ગયેલી આ રોમાંચક મેચમાં આરસીબીને અંતિમ બૉલ પર જીતવા માટે ફક્ત 7 રનની જરૂર હતી અને સ્ટ્રાઇક પર યુવા ખેલાડી શિવમ દુબે હતો. આ બૉલ પર આરસીબી કોઇ જ રન બનાવી શકી નહીં, પરંતુ રિપ્લે જોવા પર સ્પષ્ટ દેખાઇ રહ્યું હતુ કે આ બૉલ નો બૉલ છે.

એમ્પાયર એસ રવિ આ વાત પર ધ્યાન આપી શક્યા નહીં અને બેંગલોરનો 6 રને પરાજય થયો. એમ્પાયરની આ ભૂલ પર આરસીબીનો કેપ્ટન વિરાટ નારાજ જોવા મળ્યો હતો. કોહલીએ મેચ બાદ કહ્યું હતુ કે, “આ આઈપીએલ છે, કોઇ ક્લબ ક્રિકેટ નહીં.” વિરાટ ઉપરાંત મુંબઈ ઇન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્માએ પણ આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી. વિરાટ-રોહિતની સાથે સાથે ક્રિકેટનાં ઘણા દિગ્ગજોએ આ નિર્ણયની ટીકા કરી છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પોતાની નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, “આનાથી સારું તો એ હતુ કે શિવમ એ બૉલ પર આઉટ થયો હોત. એમ્પાયર ઓછામાં ઓછુ એ બૉલ ચેક તો કરત.” તો ક્રિકેટરમાંથી કૉમેન્ટેટર બનેલા સંજય માંજરેકરે કહ્યું કે, “આજે રાત્રે ઉચ્ચ ગુણવત્તાવાળી ક્રિકેટ. વાહ! યુવી, હાર્દિક, ચહલ, ઉમેશ, કોહલી, એબી, બુમરાહ અને મલિંગા બધા રમતને નવી ઊંચાઈ પર લઇ જઇ રહ્યા છે, પરંતુ અંતિમ બૉલ પર ‘નૉ બૉલ’ એમ્પાયરથી મિસ થવો માફી લાયક નથી.”

ઉલ્લેખનીય છે કે બેંગલોરને અંતિમ ઑવરમાં 17 રનની જરૂર હતી અને જીતની આશાઓ એબી ડિવિલિયર્સ પર હતી. એબીએ 41 બૉલ પર અણનમ 70 રન બનાવ્યા, પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા નહીં. લસિથ મલિંગાની શાનદાર બૉલિંગ સામે એબીનાં પ્લાન ફેલ થઇ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post IPL: ‘માફીને લાયક નથી એમ્પાયરની ભૂલ’, નૉ બૉલ વિવાદ પર દિગ્ગજ ખેલાડીઓ નારાજ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/cricket-tycoons-says-mistake-of-umpire-is-not-forgivable/
via Best Gujarati News