તમારા Gmailનું ‘Inbox’ થશે અપગ્રેડ, આવી રીતે કરશે કામ
ગૂગલની ઈ-મેલ સર્વિસ Gmail હવે નવા ડાયનામિક લૂકમાં નજરે આવશે. જલ્દી તમને તમારા Gmailના ઈનબોક્સમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ નવા AMP ફીચર સાથે જોડાયા બાદ તમે ઈનબોક્સને એક વેબની જેમ ઉપયોગ કરી શકશો.
રિપોર્ટ મુજબ ગૂગલની આ નવી ટેકનોલોજીમાં તેમને Gmailનું ઈનબોક્સ કોઈ લોકપ્રિય હોટલ લિસ્ટિંગ અથવા ફોર્મ ફિલિંગ પોર્ટલની જેમ દેખાશે. જેના કારણે આ વધુ યુઝર ફ્રેંડલી બની જશે. ગૂગલે આ વેબ માટે રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે. તમે આને સ્માર્ટફોનથી પણ એક્સેસ કરી શકશો. ગૂગલના આ નવા AMP ટેક્નોલોજીનો ઉપયોગ હાલ તેના સર્ચ એન્જિનમાં કરે છે. જેના કારણે કોઈ પણ પેજને મોબાઇલ ડિવાસઇમાં લોડ થવા ખુબજ ઓછો સમય લાગે છે. આ તકનીકનો ઉપયોગ કંપની હવે તેના ઇ-મેલ પ્લેટફોર્મ Gmailમાં પણ કરી રહી છે.
સૂત્રો મુજબ ગૂગલે કહ્યું કે,‘જ્યારે તમે તમારા Gmailના ઈનબોક્સમાં કોઈ પણ લિંક પર ક્લિક કરો છો ત્યારે એક નવું ટેબ ઓપન થયા છે. પરંતુ હવે અમે Gmailને વધુ યૂઝફૂલ અને ઈન્ટરેક્ટિવ બનાવવા જઈ રહ્યા છે. આના મદદથી તમારા ઈ-મેલ અપ ટૂ ડેટ રહેશે, તેમ જ્યારે પણ Gmailનો ઈનબોક્સ ઓપન કરશો તો તમને નવા મેસેજ મળશે. ઉપરાંત તમે ડાયરેક્ટલી કોઈ પણ મેસેજને ઓપન પણ કરી શકશો. ઈનબોક્સથી જ તમે કોઈ પણ ઈવેન્ટની ક્વિઝને ભરી શકશો. કેટેલોગ બ્રાઉજ કરી શકશો અને કમેન્ટનો જવાબ પણ આપી શકશો.
ગૂગલ AMPની મદદથી માર્કેટ્સ માટે ઉપયોગ કરવામાં આવેલ Gmailમાં મેસેજને પર્સનલાઇઝ કરી શકાશે. માર્કેટર્સ ઇ-મેલ મેસેજમાં વધુમાં વધુ કન્ટેન્ડ જોડી શકશે. જોકે હાલ આ તકનીક Gmailના પહેલા તબક્કામાં છે અને આગામી સમયમાં અન્ય ઇ-મેલ સર્વિસ પ્રોવાઇડર્સ પણ આ પ્રકારની નવી તકનીકનો ઉપયોગ કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post તમારા Gmailનું ‘Inbox’ થશે અપગ્રેડ, આવી રીતે કરશે કામ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/google-upgrade-gmail-inbox-introduces-amp-technology/
via Best Gujarati News
0 Comments