PM નરેન્દ્ર મોદી એ ફરી એકવખત પાકિસ્તાનને આતંકીઓની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની નસીહત આપી દીધી છે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે હિન્દુસ્તાનની માંગણી છે કે પાકિસ્તાન આતંક છોડે, ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ મેળવનાર આતંકીઓને પાકિસ્તાન આપણને સોંપે. તેની સાથે જ 26/11ના ગુનેગારોને પાકિસ્તાન આપણને સોંપે.

પીએમ મોદીએ કહ્યું કે જે પોતાના પીએમ પર શંકા કરે છે તેમણે ઓળખવું પડશે કે જે પાકિસ્તાનના પીએમના વખાણ કરે છે તેમને ઓળખવા પડશે. જ્યારે અભિનંદનની ઘટના ઘટી તો દેશના તમામ પક્ષોનું કહેવું હતું કે આપણને સેના પર ગર્વ છે કે તેમણે F16 તોડી પાડ્યું. તેની જગ્યાએ આ અભિનંદન કયારે પાછા આવશે તેના પર ચાલી પડ્યા. એ દિવસે રાત્રે જ વિપક્ષે કેન્ડલ લાઇટ માર્ચ નીકાળવાની અને પુલવામા હુમલાને મુદ્દો બનાવાનું ષડયંત્ર તૈયાર કર્યું હતું. એ તો સાંજે 4-5 વાગ્યા સુધીમાં પાકિસ્તાનના વડાપ્રધાને અભિનંદનને છોડવાની જાહેરાત કરી દીધી હતી. જેથી કરીને તેમની યોજના ધરી ની ધરી જ રહી ગઇ.

પીએમ મોદીએ કહ્યું કે પહેલાં લોકો મોદીને ઓળખતા નહોતા, હવે દેશ મોદીને જાણે છે. રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દા પર દેશ મારું વલણ જાણે છે. આ દેશનો કોઇ વ્યક્તિ નરેન્દ્ર મોદીની દેશભક્તિ પર શંકા કરી શકે નહીં. આ મારા શબ્દ નથી પરંતુ મારું જીવન બોલે છે.

પીએમ મોદીએ કહ્યું કે A-SAT પર કોંગ્રેસમાં પ્રાથમિક જ્ઞાનનો અભાવ છે. A-SAT ટેસ્ટ પહેલાં લાંબું ગ્લોબલ પ્લાનિંગ કરાયું હતું. ચૂંટણી દરમ્યાન શું સરકાર ગંભીર મુદ્દા પર પણ બોલી શકતી નથી? વિપક્ષનુ અજ્ઞાન મોટું છે. 30 વર્ષની અસ્થિરતા બાદ દેશ સ્થિરતા માંગે છે.

પીએમ મોદીએ કહ્યું કે દેશને પૂર્ણ બહુમતની સરકાર જોઇએ. પ્રજાએ પૂર્ણ બહુમતવાળી સરકારનો નિર્ણય કર્યો છે. અમે 2014ની તુલનામાં 2019માં વધુ સીટો જીતીશું. દેશની પ્રજા જો વિપક્ષના તમામ નિવેદનોને એકત્ર કરીને જુએ તો ખુદ નિર્ણય લઇ લેશે કે આ લોકોના હાથમાં કયારેય દેશની સત્તા આવવા દેવી જોઇએ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post PM મોદીએ અભિનંદન અને પુલવામા આતંકી હુમલાને લઇ વિપક્ષ પર મૂકયા સણસણતા આરોપ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/loksabhaelection2019-pm-narendra-modi-on-wing-commander-abhinandan/
via Best Gujarati News